વાલીઓ પાસેથી અવશ્ય મતદાન કરવાના સંકલ્પ લેવડાવતા બોટાદ જિલ્લાના વિદ્યાર્થીઓ - At This Time

વાલીઓ પાસેથી અવશ્ય મતદાન કરવાના સંકલ્પ લેવડાવતા બોટાદ જિલ્લાના વિદ્યાર્થીઓ


વિધાનસભાની સામાન્ય ચૂંટણી- 2022 અન્વયે મતદારોમાં પોતાના મતાધિકાર અંગે જાગૃત્તિ કેળવવા માટે અનેક જન જાગૃત્તિના કાર્યક્રમો રાજ્યના ચુંટણી પંચ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેમાં ઇ-પ્રતિજ્ઞા પત્ર ભરાવવામાં આવી રહ્યા છે ઉપરાંત ગત ટર્મમાં ઓછાં મતદાનવાળા મતદાન મથકોમાં નાટકના માધ્યમથી મતદારોને મતાધિકાર અંગેની જાણકારી આપવામાં આવી રહી છે.

ત્યારે હવે એકપણ પરિવાર અને એકપણ મતદાતા મતદાનથી બાકાત ન રહે તેવું આયોજન રાજ્ય ચુંટણી પંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે બોટાદ જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓના માધ્યમથી વાલીઓ ચોક્કસથી મતદાન કરવા સંકલ્પબદ્ધ થઈ રહ્યા છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.