જી.સી.સી.આઈ દ્વારા “કામધેનુ વૈદિક હોળી” વિષય પર ઝૂમ મિટિંગનું આયોજન રાજાસિંઘ (અયોધ્યા) માર્ગદર્શન વૈદિક હોળી પ્રગટાવવાને કારણે ગૌવંશના સંવર્ધનની સાથે પર્યાવરણનું જતન થશે ડો.કથીરિયા - At This Time

જી.સી.સી.આઈ દ્વારા “કામધેનુ વૈદિક હોળી” વિષય પર ઝૂમ મિટિંગનું આયોજન રાજાસિંઘ (અયોધ્યા) માર્ગદર્શન વૈદિક હોળી પ્રગટાવવાને કારણે ગૌવંશના સંવર્ધનની સાથે પર્યાવરણનું જતન થશે ડો.કથીરિયા


જી.સી.સી.આઈ દ્વારા “કામધેનુ વૈદિક હોળી” વિષય પર ઝૂમ મિટિંગનું આયોજન
રાજાસિંઘ (અયોધ્યા) માર્ગદર્શન
વૈદિક હોળી પ્રગટાવવાને કારણે ગૌવંશના સંવર્ધનની સાથે પર્યાવરણનું જતન થશે
ડો.કથીરિયા

જી.સી. સી. આઈ. (ગ્લોબલ કંફેડરેશન ઓફ કાઉ બેઇઝડ ઇંડસ્ટ્રીઝ) દ્વારા કામધેનુ હોળી, ગોમય કલરના વિષય પર ઝૂમ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આ મિટિંગમાં મુખ્ય વક્તા તરીકે જી.સી.સી.આઈ ના ટ્રેઇનર રાજાસિંઘ (અયોધ્યા) પોતાનું માર્ગદર્શન આપ્યું. આ ઝૂમ મિટિંગમાં તારીખ 01/03/2023 ને બુધવારના રોજ બપોરે 11 : 00 થી 12 : 00 કલાક દરમિયાન ઝૂમ https://meet.google.com/cze-dxhh-mwo દ્વારા જોડાઈ અત્રે ઉલ્લેખનિય છે કે, ગૌમાતા, ગૌશાળાને સ્વાવલંબી બનાવવા માટે વૈદિક હોળી મહત્વનું યોગદાન આપી શકે છે. એટલું જ નહી ગૌમય કાસ્ટથી તૈયાર થતી વૈદિક હોળી પ્રગટાવવાથી પર્યાવરણને મોટો લાભ થાય છે. વૈજ્ઞાનિક ઢબે જોઈએ તો, ગૌમય કાસ્ટ પ્રગટાવવાને કારણે વાતાવરણમાં ઓકિસજનની માત્રા વધે છે. વાતાવરણમાં ઈથીલીન ઓકસાઈડ, પોપીલીન ઓકસાઈડ છૂટા પડે છે. ઓપરેશન થિયેટરમાં બેકટેરીયાનો નાશ કરવા આ બન્ને ઓકસાઈડનો ઉપયોગ થાય છે. તેની સામે લાકડાનું આંધણ કરવાથી કાર્બન ડાયોકસાઈડની ચિંતા રહે છે અને પ્રદૂષણનો પ્રશ્ન વકરે છે. વૈદિક હોળી પ્રગટાવવાને કારણે ગૌવંશના સંવર્ધનની સાથે પર્યાવરણ જતનનો હેતુ પણ સિધ્ધ થાય છે.
છાણાનો ઉપયોગ હોલિકા દહનમાં લાકડાની જગ્યાએ કરવામાં આવે છે. તેમાંથી પર્યાવરણનું જતન થાય પ્રદૂષણથી મુકિત મળે તે માટે કરાય છે. ગૌમાતાના ગોબરમાં લક્ષ્મીજીનો વાસ છે. ગોબરમાંથી અગ્નિ પ્રગટ થાય એટલે વાતાવરણ શુધ્ધ થાય છે. ઓકિસજન શુધ્ધ મળે છે જેના અનેક વૈજ્ઞાનિક પ્રમાણો પણ દિન-પ્રતિદિન મળતા ગયા છે. જેનાથી પાંજરાપોળને ફાયદો થાય છે અને વૃક્ષો ઓછા કપાય છે. જયારે હોળી 'વૈદિક' રીતે કરવામાં આવે તો તેમાં ગાયના છાણા, ગાયનું ઘી, કપૂર, હવન સામગ્રી, નવ ઔષધિઓનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં વાઈ૨સને નિયંત્રણ કરી શકાય છે.
સમગ્ર રાષ્ટ્રમાં વૈદિક હોળી મનાવવા માટે જી.સી.સી.આઈ.ના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયા, મિતલ ખેતાણી, પુરીશકુમાર, અમીત ભટનાગર દ્વારા દેશવાસીઓને અપીલ કરવામાં આવી છે. આ અંગેની વધુ માહિતી માટે મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.