ગીર સોમનાથ એલસીબી પોલિસ ઇન્સપેક્ટરનો ચાર્જ સંભાળતા બાહોશ પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા - At This Time

ગીર સોમનાથ એલસીબી પોલિસ ઇન્સપેક્ટરનો ચાર્જ સંભાળતા બાહોશ પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા


ગીર સોમનાથ એલસીબી પોલિસ ઇન્સપેક્ટરનો ચાર્જ સંભાળતા બાહોશ પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા
રાજકોટ - સુરેન્દ્રનગર - કચ્છનો બહોળો અનુભવ, સર્વિસમાં ઉત્તમ કામગીરી માટે ૩૪૦ જેટલા ઇનામો મળ્યાં છે.

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવના દર્શન કરી ગીર-સોમનાથ જીલ્લાના નવનિયુક્ત એલસીબી પોલિસ ઇન્સપેકટર એમ. એન. રાણાએ ચાર્જ સંભાળ્યો.તેઓ તા.27 જૂન 1970માં લીમડી તાલુકાના ભોઇકા ગામે જન્મેલા છે.બીકોમ સુધી અભ્યાસ કરી ગુજરાત પોલિસ દળમાં 1991માં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા.2009માં પીએસઆઈ અને 2017માં પીઆઈ બન્યા.પોલીસ સર્વિસમાં ઉત્તમ કામગીરી માટે તેમને 340 જોટલા ઇનામો મળ્યાં છે. તેઓ એનસીસીના સી સર્ટફીકેટ ધરાવતા કેડેટ્સ છે. ઉપરાંત નેશનલ સ્પોર્ટ્સ એર્વોડ વીનર છે.તેઓની જ્યાં-જ્યાં પણ નિમણુંક થઈ છે ત્યાં સફળ કામગીરાથી સાથી અધિકારીખો- ઉપરી અધિકારીઓનું અને કર્મચારીઓના સહયોગથી પોલિસ તંત્રનું ગોરવ વધારેલ છે.

સુરેન્દ્રનગર, પશ્ચીમ કચ્છ, નખત્રાણા, રાજકોટ શહેર, એસઓજી, તાલુકા પી.આઈ. રાજકોટ, નર્મદા એલસીબી, રાજકોટ જીલ્લા શાપર ઇન્ડસ્ટ્રીઝ, લોધીકા પીએસઆઈ માંથી પીઆઈ પ્રમોશન, એલસીબી પીઆઈ રાજકોટ જિલ્લા, જેતપુર પીઆઈ, એસઓજી પીઆઈ, એલસીબી પીઆઈ ઉપલેટા, કચ્છ પૂર્વ અંજાર રાપર પીઆઈ, એલસીબી પીઆઈ કરાઈ એકેડેમી અને હવે ગીર સોમનાથ જીલ્લા એલસીબી પીઆઈ તરીકે ફરજ બજાવશે.

સફળ ડીટેકશનો
-કચ્છના નખત્રાણામાં વંગ નામના ગામે શિક્ષકનું ખૂન થયેલ જેમાં કોઈ કલુ પણ મળતી ન હતી.આમ છતાં મહેનત કરી મહિલા આરોપીની ધરપકડ કરી
-કચ્છના નખત્રાણમાઁ પાઁચ વરસથી એક મહિલા ગુમ હતી જેની તપાસ ક૨ી ખૂન આરોપસર તેના પતિની ધરપકડ કરી
-રાજકોટ એસઓજી પીઆઈ દરમ્યાન બાવાજી મહિલાનું મર્ડર ડીટેકશન
-રાજકોટ એસઓજી પીઆઈ દરમ્યાન હથિયાર ફેકટરી પકડી પાડવી
-જસદણ પાસે ખેતરમાંથી અફીણના પોસ ડોડવા ઝડપવા
આવા તો અનેકો ડીટેશનો પાર પાડેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.