રાજકોટમાં નકલી સ્કોચ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ - At This Time

રાજકોટમાં નકલી સ્કોચ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ


રામાપીર ચોકડી નજીકના ધર્મનગરમાં બે મહિનાથી મકાન ભાડે રાખી બે શખ્સ દારૂ બનાવતા હતા

88 બોટલ દારૂ, 2 લિટર રતાશવાળું પ્રવાહી, બોટલ પર લગાડવાના 140 સ્ટિકર સહિતનો જથ્થો જપ્ત

શહેરના ગીચ વિસ્તાર રામાપીર ચોકડી નજીકના ધર્મનગરમાં બે મહિનાથી દારૂ બનાવવાની ફેક્ટરી ધમધમતી હતી અને સ્થાનિક પોલીસ ઊંઘતી રહી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી મકાનમાં ચાલતી ફેક્ટરીનો ભાંડાફોડ કરી 88 બોટલ દારૂ, 2 લિટર રતાશવાળું પ્રવાહી, 84 ખાલી બોટલ અને દારૂની બોટલના 140 સ્ટિકર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સને ઝડપી લીધા હતા. જોકે સૂત્રધાર હાથ આવ્યો નહોતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.