*સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નગરપાલિકાની ચૂંટણી: ભાજપનો પ્રચાર જોરશોરથી: ધારાસભ્ય ગુજરાત રાજ્યના મુખ્ય નાયબ દંડકશ્રી અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા ચૂંટણી પ્રચાર* _
_
થાનગઢ: અત્રેની નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ભાજપે પોતાનો પ્રચાર જાહેર મીટીંગો દ્વારા શરૂ કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર ૦૫માં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તા.૧૬/૨/૨૦૨૫ અનુસંધાને જનસભાનું આયોજન તા. ૧૦મીને સોમવારે રાત્રે ૦૮-૩૦ કલાકે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરે, શાળા નંબર -૬. ધર્મેન્દ્રનગર થાનગઢ મુકામે થયું હતું. આ જાહેર મિટિંગમાં રાજ્યના મુખ્ય નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણના સાનિધ્યે ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર ૫ ના ચારે ચાર ઉમેદવારો હાજર. સદર બેઠકમાં વિરાટનગર, હરિનગર, ધર્મેન્દ્રનગર, ખોડીયાર સોસાયટી, દલવાડીનગર, સીતારામ સોસાયટી, શ્રી રામ પાર્ક તથા આસપાસના વિસ્તારના મતદારો તેમજ સમાજના આગેવાનો યુવાનોને ભાજપના અગ્રણીઓ સંબોધ્યા હતા. અગ્રણીઓએ વોર્ડ નંબર પાંચ, છ અને સાતના ઉમેદવારોને જીતાડવા હાજર કાર્યકરોને આહવાન કર્યું હતું. ચૂંટણી પ્રચારની યોજાતી જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હોવાનું જણાવી એ ભાજપના ઉમેદવારો નગરના વિકાસ માટે ગેરંટી સાથે કામ કરશે. ભાજપના સ્થાનિક નેતાઓએ પાર્ટીના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે એક જૂથ થઈને કામ કરવાનો સંકલ્પ લીધો હોવાનું જાણવા મળે છે. વોર્ડ નં ૫, ૬, ૭ ત્રણેય વોર્ડના ભાજપ ઉમેદવારો પેનલ ટુ પેનલ જીતવાની આશા વ્યક્ત થઈ હતી. રિપોર્ટર જયેશભાઇ મોરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે
