હર ઘર તિરંગા અભિયાન અન્વયે શાળામાં આયોજિત કલા મહોત્સવમાં હોંશે-હોંશે ભાગ લેતાં ભૂલકાઓ - At This Time

હર ઘર તિરંગા અભિયાન અન્વયે શાળામાં આયોજિત કલા મહોત્સવમાં હોંશે-હોંશે ભાગ લેતાં ભૂલકાઓ


રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું બોટાદ: રાષ્ટ્રધ્વજ નિર્માણ સ્પર્ધા, ચિત્ર, નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા, ગાયન અને વાદન સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા સહિતની સ્પર્ધાઓની હારમાળા

શાળાઓમાં આઝાદી કા અમૃત મહોત્સવના અનેરા ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બોટાદ જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં અનેક પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા. સ્વતંત્રતા પર્વ નિમિત્તે આયોજિત હર ઘર તિરંગા અભિયાન અન્વયે વિવિધ ગામની શાળાઓમાં કલા મહોત્સવ યોજાયો હતો. શાળાઓમાં આઝાદી કા અમૃત મહોત્સવના અનેરા ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં રાષ્ટ્રધ્વજના નિર્માણ પર સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા, ગાયન અને વાદન સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, દોડ સ્પર્ધા સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સ્પર્ધાઓમાં શાળાના બાળકોએ હોંશે-હોંશે ભાગ લીધો હતો.
આ સ્પર્ધાઓમાં ગઢડા, રાણપુર, બરવાળા, લાઠીદડ, પાળીયાદ, લાખેણી, ખસ, કાનીયાડ, પીપળીયા, પીપરડી, જાળીલા, લાખણકા, સીતાપર, અલમપુર, કુંડળી, ભદ્રાવાડી, કિનારા, નાગનેશ, સાળંગપુર, રોહિશાળા સહિતની જિલ્લાની તમામ શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનાં આયોજન થકી આઝાદી કા અમૃત મહોત્સવના અનેરા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. હર ઘર તિરંગા અભિયાન અન્વયે કલા મહોત્સવમાં શાળાઓમાં આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થનારા બાળકોને સન્માનિત કરવામાં આવશે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.