નેત્રંગ ગ્રામપંચાયત સેવાસદન વિસ્તારમા જ કુંભકર્ણ સત્તાધીશોના કારણે દિવાળી ટાણે ઉભરાતી ગટરના પાણીની રેલમછેલ. - At This Time

નેત્રંગ ગ્રામપંચાયત સેવાસદન વિસ્તારમા જ કુંભકર્ણ સત્તાધીશોના કારણે દિવાળી ટાણે ઉભરાતી ગટરના પાણીની રેલમછેલ.


સ્ટેશન વિસ્તાર ના દુકાનધારકો, સ્થાનિક રહીશો હેરાનપરેશાન.

બ્રિજેશકુમાર પટેલ
ભરૂચ જિલ્લા, બ્યુરો ચીફ,
એટ ધીસ ટાઇમ

નેત્રંગ નગર ના કેટલાક વિસ્તારોમા ચોમાસાની સિઝન ની વિદાય થઈ ગઈ હોવા છતા પણ રોડ રસ્તાઓ પર ગટરના ગંદા પાણીની રેલમછેલ ને લઇ ને પ્રજા હેરાન પરેશાન થઇ ઉઠી છે. ગટરના પાણી ને લઇને પાણીજન્ય રોગચારો સામી દિવાળી નગર મા ફાટી નિકળવાની નગરજનોને દહેશત સેવાઇ રહી છે.
            
    નેત્રંગ નગર ના કેટલાક વિસ્તારોમા ગ્રામપંચાયત થકી ધર વપરાશ ના પાણીના નિકાલ માટેની ગટર લાઈનો છે. તો કેટલાક વિસ્તારોમા ટેક્નિકલ કે અન્ય કારણોસર ગટર લાઇન ની વેવસ્થા નથી.જેમા ખાસ કરીને  સ્ટેશન વિસ્તારમા  સવારના સમયે પંચાયત વારીગુહ માંથી પીવાનુ પાણી આપવામા આવે છે. તે સમયે બેફામ પણે પાણીનો દુર ઉપયોગ થતો હોવાના કારણે રહીશોના ધરોનુ પાણી છેક ગ્રામપંચાયત સેવાસદન સુધી આવતુ હોય છે. જેને લઈ ને સ્ટેશન વિસ્તાર ના રહીશો તેમજ દુકાનધારકો હેરાનપરેશાન થઈ ગયા છે. દુકાનધારકો થકી ગ્રામપંચાયત ના સરપંચ, સભ્યો તેમજ તલાટીને  રજૂઆત કરવા છતા કોઇ કાર્યવાહી. ઉભરાતી ગટરોના  ગ્રામપંચાયત થકી કરવામા નહી આવતા ઉભરાતી ગટરોને લઈ ને દિવાળી ના તહેવારો ટાણે જ પાણીજન્ય રોગ ચારો ફાટી નિકળવાની દહેશત સેવાઇ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.