આવો બચ્ચો સ્કૂલ ચલે હમ - At This Time

આવો બચ્ચો સ્કૂલ ચલે હમ


આવો બચ્ચો સ્કૂલ ચલે હમ
**************
વાલીઓ એકલા ચાલો રે ભૂલકાઓના ભવિષ્ય માટે
*******************
સવારે સવારે મા-બાપને પગે લાગી ગુરૂજનો પાસે વિદ્યામંદિરમાં સરસ્વતીના ધામમાં  જ્ઞાન માટે મોકળા મને હર્ષભેર શાળાએ જઈએ
********
બાળદોસ્તો શાળા પ્રવેશોત્સવને હરખથી વધાવી શિક્ષકના સંગે જ્ઞાનગંગાના રંગે ટાબરિયાઓ તમે રંગાઈ જાઓને રે.....
****************
-લેખન અને રજૂઆત, અરવિંદ મછાર,નાયબ માહિતી નિયામક
જિલ્લા માહિતી કચેરી, હિંમતનગર- સાબરકાંઠા
*****************
 
 સાબરનો સંદેશ ભણે ગણે તે સૌને તારે તૈયાર થઈ જાઓ ગામેગામના મિત્રો ત્રિદિવસીય આ મહાઅભિયાન શાળા પ્રવેશોત્સવ અને નામાંકન કરાવવા માટે બાળમિત્રો, બાળદોસ્તો સાથે ગમ્મત-રમત-જ્ઞાન માટે આંગણવાડીમાં ભાવતા ભોજન માટે નંદઘેર આનંદ ભર્યો કલરવના કેકારવ માટે, આવો બચ્ચો તમે આવતી કાલના ભવિષ્ય, ભારતના ઘડવૈયા માટે તૈયાર કરવા છે. શિક્ષકોએ સંકલ્પ કર્યો છે.
 તો શાળા આવો તમારી રાહ જુએ છે. બાગ બગીચા વેકેશનમાં સુના પડયા છે.શિક્ષકો, આંગણવાડી કાર્યકરો કિલ્લોલ કરતા બાળકોની રાહ જુવે છે. ગીતાગાતા ટાબરિયાઓને આંખભરી જોવા હરખઘેલા થયા છે.સાબરકાંઠા જિલ્લાની શાળાઓ, આંગણવાડીઓ આપના આગમનની કાગડોળે રાહ જુએ છે. હો જાઓ તૈયાર થઈ જાઓ હોશિયાર મહાનુભાવો તમને વાજતે ગાજતે પોખવા શાળાપ્રવેશ કરાવવા હરખથી ઘેલા થયા છે. શાળા
હોશિયાર મહાનુભાવો તમને વાજતે ગાજતે પોખવા શાળાપ્રવેશ કરાવવા હરખથી ઘેલા થયા છે. શાળા દ્વારે ગાડીઓ લઇને પહોંચ્યા છે. કુંમકુમ, તિલક, ચોકલેટ, પાટી-પેન, દફતર, રમકડાં લઈને હાથોહાથ આપવા  આપના ઉલ્લાસમાં વધારો કરવા ગુર્જર ગુજરાત અને ભારતના ભાવિનો ઉજાસ પાથરવા આંગણે આવ્યા છે.મોઘેરા મહેમાન તો ગામમાં,મહોલ્લામાં, શેરીઓમાં ફરતા પાપા પગલી ભરવા સૌ મથતા ભૂલકા બાળદોસ્તોને પ્રથમ ચરણ ધોરણ એકના વર્ગખંડમાં નામાંકન કરવા અને આંગણવાડીનું આંગણું દિપાવવા, સમયસર આવો વહેલા આવો રે.... મારી સરસ્વતી માતાને જઈને કહેજો ભૂલકાઓના ભવિષ્ય માટે વહેલા આવી  હેત વર્ષાવે રે..... આ વર્ષાઋતુની રાણીને પણ જઈને કહેજો સારો મૂશળધાર વરસાદ વરસાવે રે... નદી-નાળા, તળાવો ભરી દે, શાળા છૂટયા પછી અમે રમવા આવીએ રે.... બાગ બગીચાઓ ફુલડાં ખિલવો અમે ગોઠીયાઓ ફુલડા વીણવા આવીએ રે... વૃક્ષોને વાવવા પાણીપાવા આવીએ રે.... કાગળની હોડી બનાવી પાણીમાં તરતી મુકવા રે.... મોટા દોસ્તો સાથે છબ છબીયા કરવા રે... આવરે વરસાદ ઢેબરીયો પરસાદ..ઉની ઉની રોટલીને કારેલાનું શાક ખાવારે..
 સ્કૂલ ફોર એક્સેલન્સની શાળાઓમાં એક્સિલન્ટ વ્યવસ્થાઓ સરકારે  તૈયાર કરી છે. નંદઘરમાં ભાવતા ભોજનીયા તૈયાર રાખ્યા છે. આપણી આ સરકારે હોકે શરમ છોડી શાળાએ સૌ જઇએ.ભાઈ ભણે, બહેન ભણે, ભણીગણીને હોશિયાર થઈએ, કલેકટર બનીએ, ડૉક્ટર બનીએ,શિક્ષક બનીએ,સેવક બનીએ, પરિચારિકા બનીએ, અધિકારથી અધિકારી બનીએ.સ્વપ્ન સજાવીએ આજથી રે,એના માટે શાળાએ જાઇએ રે..
 સૌ સાથે મળી સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ, ગગન આકાશમાં અવકાશયાત્રી બનીએ, ખેલકૂદના મેદાનમાંથી રમતવીર બનીએ, બાળદોસ્ત બસ શરત એક જ છે ભણી-ગણીને આગળ વધીએ, કુટુંબ, ગામ, તાલુકા, જીલ્લા અને રાજ્યનું નામ રોશન કરીએ, દિપક થી દીપક જલાવી પ્રકાશપૂંજ પાથરી જ્ઞાનદીપ વિદ્યાલયની મશાલ  કાયમ જલતી રાખીએ, માં ભારતીની સેવા કરતા રહીએ, શબ્દ સૈનિક બનીએ દેશના સિપાહી બનીએ, રાષ્ટ્રના 
કલમના કસબી બનીએ,  પત્રકાર બની મીડિયાના માધ્યમથી દેશની વિકાસયાત્રામાં મધ્યસ્થી બનીએ, આવો બચ્ચો તુમે શીખવું જીવનની નૈયાને પાર કરવાની પાઠશાળામાં પાઠ્યપુસ્તક લઈને, પાટી પેન લઈને, આપું નિયમિત ભણવા જઈએ. ભૂલ ન કરીએ, અભણ રહેવાની. હવે આપણને પોસાય તેમ નથી. તૈયાર થઈ જાઓ શાળા પ્રવેશોત્સવના અભિયાન માટે ભણો ગણો આગળ વધો.ફતે છે આગળ. પ્રાથમિક શિક્ષણને પ્રાથમિકતા આપી ઉચ્ચ શિક્ષણ મેળવવા મહાવિધ્યાલય સુધી મન મૂકીને મહાલો.મનુષ્ય તુ બડા મહાન હે : ભૂલ મત પ્રાર્થના આત્માસાત કરીએ.  
 
સમગ્ર રાજયમાં ૧૭માં તબક્કાનો ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બનાસકાંઠા જિલ્લામાંથી રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો હતો જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પણ પ્રવેશોત્સવના પ્રથમ દિવસે પ્રાથમિક શાળાના ૭૨૭૯ બાળકો અને આંગણવાડીના ૨૫૨૨ ભૂલકાઓને મહાનુભાવોના હસ્તે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.   
  જિલ્લામાં પ્રથમ દિવસે મળેલા જનપ્રતિસાદમાં જિલ્લાની ૪૨૪ પ્રાથમિક શાળાઓમાં ૩૭૦૬ કુમાર અને ૩૫૮૩ કન્યાઓ મળી કુલ ૭૨૭૯ બાળકોનું મહાનુભાવો દ્વારા શાળામાં નામાંકન કરવામાં આવ્યું હતું જેમાં હિંમતનગરની ૮૩પ્રાથમિક શાળામાં ૭૪૧ કુમાર અને ૭૨૮ કન્યા મળી કુલ ૧૪૬૯ બાળકોનું નામાંકન કરાયું હતું જયારે ઇડરની ૫૭ શાળામાં ૪૮૨ કુમાર અને ૪૩૨ કન્યા મળી કુલ ૯૧૬, પ્રાંતિજની ૪૩ શાળામાં
 
૪૭૭ કુમાર અને ૪૩૮ કન્યા મળી કુલ ૯૧૫, તલોદની ૫૧ શાળામાં ૪૩૦ કુમાર અને ૩૯૭ કન્યા મળી કુલ ૮૨૭, વડાલીની ૩૫ શાળામાં ૧૭૬ કુમાર અને ૧૯૧ કન્યા મળી કુલ ૩૬૭,  ખેડબ્રહ્માની  ૫૫ શાળામાં ૫૮૨ કુમાર અને ૫૪૯ કન્યા મળી કુલ ૧૧૩૧, વિજયનગરની ૫૫ શાળામાં ૩૨૪ કુમાર અને ૩૦૫ કન્યા મળી કુલ ૬૨૯ અને પોશીના તાલુકાની ૪૫ શાળામાં ૪૯૪ કુમાર અને ૫૪૧ કન્યા મળી કુલ ૧૦૨૫ ભૂલકાઓને પ્રવેશ અપાયો હતો.
     જિલ્લામાં પ્રાથમિક શાળાની સાથે આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં હિંમતનગરમાં ૩૦૨, ઇડરમાં ૪૫૬, પ્રાંતિજમાં ૩૩૩, તલોદમાં ૨૦૭
પોશીનામાં ૨૫૧ મળી કુલ ૨૫૨૨ દિકરા-દિકરીઓને પ્રવેશ અપાયો હતો. ઉલ્લેખનીય છે કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં જિલ્લામાં રૂ. ૧૩ લાખથી વધુનું દાન પ્રાપ્ત થયું હતું.
સાબરકાંઠા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ  દ્વિતીય દિવસે  ૪૦૪ પ્રાથમિક શાળાઓમાં ૩૪૪૧  કુમાર અને ૩૨૩૧ કન્યાઓ મળી કુલ ૬૬૭૨ બાળકોનું મહાનુભાવો દ્વારા શાળામાં નામાંકન કરવામાં આવ્યું હતું જયારે  ૨૨૨૪ ભૂલકાઓને આંગણવાડીમાં પ્રવેશ કરાયો હતો.
અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાની બાબતો રાજ્યકક્ષા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર તલોદ તાલુકાની મોઢુકા, આંટીયાના છાપરાં, ગુલાબપુરા પ્રાથમિક શાળાઓ જ્યારે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ,વૈધાનિક અને સંસદીય બાબતો અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ડો.કુબેરભાઇ ડિંડૉર પ્રાંતિજ તાલુકાની પોગલુ, અમરાપુર, મેમદપુરાની પ્રાથમિક શાળાઓ ખાતે ઉપસ્થિતિ રહી બાળકોનું શાળામાં નામાંકન કરાવ્યું હતુ.
સાબરકાંઠા-અરવલ્લી સાંસદશ્રી દિપસિંહ રાઠોડ પ્રાંતિજ તાલુકાની બાલીસણા, બાઇનીમુવાડી, ઝાલાનીમુવાડી પ્રાથમિક શાળાઓ અને રાજ્યસભા સાંસદ શ્રીમતિ રમીલાબેન બારા વિજયનગર તાલુકામાં ધોલવાણી, અંદ્રોખા અને ઉખલા ડુંગરી પ્રાથમિક શાળાઓમાં ઉપસ્થિત રહી બાળકોનું નામાંકન કરાવ્યું હતુ. હિંમતનગર ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા હિંમતનગર સવગઢ, મહેતાપુરા, પરબડા પ્રાથમિક શાળાઓ ખાતે, ખેડબ્રહ્મા પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિન કોટવાલ ખેડબ્રહ્મા તાલુકાની સંગ્રામપુરા, વાધેશ્વરી, દરોલ પ્રાથમિક શાળાઓમાં ઉપસ્થિતિ રહી બાળકનુ શાળામાં નામાંકન કરાવ્યું.
આ સાથે સાબરકાંઠા જિલ્લામાં ૧૦ આઇ.એ.એસ. અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.શ્રી સંજીવ કુમાર મેનેજીંગ ડાયરેક્ટરશ્રી ગુજરાત સ્ટેટ પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ, ગાંધીનગર પ્રાંતિજના મજરાની બોભા-૧,નાના પોયડા અને મજરાની પ્રાથમિક શાળાઓ ખાતે, શ્રી પી સ્વરૂપ કમિશનર ઓફ લેન્ડ રીફોર્મ એન્ડ એકસ ઓફિસીયો સેક્રેટરી ટુ ગવર્મેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગ તલોદમાં મોહનપુરા, કઠવાડા
ગુંદીયા,વરવાળ ખાતે,  શ્રી કે. એમ. ભીમજીયાની સેટલમેન્ટ કમિશનર એન્ડ ડાયરેક્ટર 
કમિશનર એન્ડ ડાયરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ ગાંધીનગર હિંમતનગરના બેરણા આગીયોલ વીરાવાડા પ્રાથમિક શાળા ખાતે, શ્રી રમ્યા મોહન મુથાદથ મિશન ડાયરેક્ટરશ્રી નેશનલ હેલ્થ મિશન, ગાંધીનગર તલોદ તાલુકાના સાગપુર, રાણીપુરા, અણખોલ પ્રાથમિક શાળા ખાતે, શ્રી તુષાર મોહનલાલ ધોળકિયા ડાયરેક્ટર સિવિલ સપ્લાય એન્ડ એક્સ ઓફિસિયલ એડિશનલ સેક્રેટરી ટુ ગવર્મેન્ટ, ફુડ સિવિલસપ્લાય એન્ડ કન્ઝયુમર અફેર ડિપાર્ટમેન્ટ ગાંધીનગર પ્રાંતિજના
ઝીંઝવા,સોનાસન,રણછોડપુરા પ્રાથમિક શાળા ખાતે,શ્રી કે.એન.શાહ એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર ગાંધીનગર હિંમતનગરના  ગઢોડા, આકોદરા, હડિયોલ પ્રાથમિક શાળા ખાતે, શ્રી એન.એ નિનામા ડાયરેક્ટરશ્રી ડેવલોપીંગ વેલફેર તલોદ તાલુકાના અણીયોલ, વેણાના છાપરા, સોનીસર પ્રાથમિક શાળા ખાતે નામાંકન કરાયુ હતું.
સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયા પોશીના તાલુકાના પાલિયાબીયા, મામાપીપળા, બેડી પ્રાથમિક શાળા ખાતે તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એચ.શાહ વિજયનગર તાલુકાની ચિત્રોડી-૧, ઇટાવડી,૧ અને ચામઠણ ખાતે ઉપસ્થિત રહીને બાળકોનું નામાંકન કરાવી તેમનો ઉત્સાહ વધારવાનું કામ કર્યુ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.