સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારની ધંધુકા વિધાનસભા બેઠક વિસ્તારમાં ભાજપની સમગ્ર મતવિસ્તારના ચારેય તાલુકામાં ઉમેદવારની ઉપસ્થિતિમાં મોદી પરિવાર સભા બેઠકો યોજાઈ, તો કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પણ કર્યા કેસરિયા, દરેક બેઠકોમાં મોટી સંખ્યામાં કાર્યકરો બેઠકમાં જોડાયા તો ઉમેદવાર, ધારાસભ્ય અને ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપતા 5 લાખથી વધુની ભવ્ય લીડ સાથેની જીતનો આશાવાદ કર્યો વ્યક્ત. - At This Time

સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારની ધંધુકા વિધાનસભા બેઠક વિસ્તારમાં ભાજપની સમગ્ર મતવિસ્તારના ચારેય તાલુકામાં ઉમેદવારની ઉપસ્થિતિમાં મોદી પરિવાર સભા બેઠકો યોજાઈ, તો કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પણ કર્યા કેસરિયા, દરેક બેઠકોમાં મોટી સંખ્યામાં કાર્યકરો બેઠકમાં જોડાયા તો ઉમેદવાર, ધારાસભ્ય અને ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપતા 5 લાખથી વધુની ભવ્ય લીડ સાથેની જીતનો આશાવાદ કર્યો વ્યક્ત.


સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિહોરા નો જોરશોરથી ચૂંટણી પ્રચાર, લોકસભા બેઠક વિસ્તારમાં આવતા અમદાવાદ અને બોટાદ જિલ્લાના ધંધુકા વિધાનસભા ક્ષેત્ર ના ચારેય તાલુકા ધોલેરા, ધંધુકા, બરવાળા અને રાણપુર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મોદી પરિવાર સભા બેઠકો યોજાઈ હતી, જે બેઠકોમાં ગામેગામ ના મોટી સંખ્યામાં આગેવાનો હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો મહિલાઓ યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા, ઉમેદવાર ચંદુભાઈ શીહોરા એ લોકોને સતત તેઓ વચ્ચે રહી કામ કરવાની બાંહેધરી આપી હતી તો મોદી પરિવાર બેઠકોમાં ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભી તેમજ વિધાનસભા બેઠકના ઈન્ચાર્જ સંયોજક ભૂપતસિંહ ચુડાસમા તેમજ મોદી પરિવાર સભા વક્તા સહદેવસિંહ ગોહિલ તેમજ ધોલેરા તાલુકા ભાજપ પ્રમુખ સાગરભાઈ સોલંકી સહિતના હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો અને સહકારી આગેવાનો વિસ્તાર વાઈઝ જોડાયા હતા, મોટી સંખ્યામાં સભામાં ઉપસ્થિત લોકોએ બહોળી સંખ્યામાં મતદાન કરવાનું આશ્વાસન આપતા બે હાથ ઉંચા કરી સમર્થન આપ્યું હતું તો નભોઈ ગામ ખાતે ઠાકોર સમાજના બામરોલીયા પરિવારના ગેલાદાદા ના સામૂહિક યજ્ઞમાં ઉમેદવાર દર્શને પહોંચ્યા હતા અને ઉપસ્થિત સૌ 5000 હજારથી પણ વધુ સમાજના લોકો અને આગેવાનોની મંજૂરી લઈ સભા સંબોધી હતી અને ભાજપને મતદાન કરવાની અપીલ કરી હતી તો બોટાદ જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેન વનુભાઈ રામસંગભાઈ કોલાદરા તેમજ બરવાળા તાલુકા પંચાયત પૂર્વ ચેરમેન ઘનશ્યામભાઈ અડાણીયા અને નભોઈ ગામના પૂર્વ સરપંચ ભરતભાઈ બાવળવા સહિતના અનેક કોંગ્રેસી કાર્યકરોએ ઉમેદવારના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, તો ઉમેદવાર ચંદુભાઈ શીહોરા તેમજ ધોલેરા તાલુકા ભાજપ પ્રમુખ સાગરભાઈ સોલંકી અને ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભી પ્રતિક્રિયા આપતા ભવ્ય જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.