એન.સી.સી.યુનીટ દ્વારા ટ્રેકિંગ પ્રોગ્રામ - At This Time

એન.સી.સી.યુનીટ દ્વારા ટ્રેકિંગ પ્રોગ્રામ


એન.સી.સી.યુનીટ દ્વારા ટ્રેકિંગ પ્રોગ્રામ

શ્રી પાલિતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ.કે.ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી પી.એન.આર.શાહ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજનાં NCC કેડેટસ્ દ્વારા તા. 7/1/2024 રવિવારના દિને હસ્તગિરિ ટ્રેકિંગ કરવામાં આવેલ.વળતા રોહીશાળા ગામ અને તીર્થસ્થાનની મુલાકાત કરવામાં આવેલ.NCC વિભાગનાં CTO ડૉ.પ્રફુલા ગવળીએ સાથે રહી એમનો ઉત્સાહ વધાર્યો હતો.તેમજ ટ્રેકિંગ માં ભૂતપૂર્વ NCC cadet કાજલબેન મધરોળા પણ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન SUO મયૂરી સોંડાગર, UO મિતાલી બારડ,CQMS દર્શના ઝાલા,SGT સોની ભાદરકા,CPL ભદ્રા ગોહિલ,LCPL મીરા ડાંગર દ્વારા કરવામાં આવ્યું. કૉલેજનાં આચાર્ય ડૉ.પંકજ ત્રિવેદીએ અને સમગ્ર સ્ટાફે પ્રોત્સાહિત કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.