સંજીવની નેચર ફાઉન્ડેશ દ્વારા માંગરોળ શ્રી રામ જન્મોત્સવ ની શોભાયાત્રા માં પાંચસો ચકલી ના માળા નું વિતરણ - At This Time

સંજીવની નેચર ફાઉન્ડેશ દ્વારા માંગરોળ શ્રી રામ જન્મોત્સવ ની શોભાયાત્રા માં પાંચસો ચકલી ના માળા નું વિતરણ


માંગરોળ
તા.૩૦-૦૩-૨૦૨૩

માંગરોળ માં આજ રોજ હિન્દૂ હ્ર્દય સમ્રાટ શ્રી રામ જી ના જન્મોત્સવ ની શોભાયાત્રા નગર ના મુખ્ય માર્ગો પર નીકળેલી.

વિવિધ મંડળો વિવિધ સંગઠનો આ શોભાયાત્રા માં આકર્ષક ફ્લોટ સાથે ડીજે ના તાલે અને જય શ્રી રામ ના નારા સાથે વીશાળ સંખ્યા માં જોડાયેલા.

આ તકે માંગરોળ ની પર્યાવરણ માટે કાર્યરત સંસ્થા સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા શ્રી નરેશ બાપુ ગોસ્વામી,નિલેશભાઈ રાજપરા,સચિનભાઈ જોશી અને ટિમ દ્વારા નગર જનો ને રામનવમી નિમિતે એક સુંદર જીવ બચાવવા ના સંદેશ સાથે ચકલી ના અંદાજે પાંચસો જેટલા માળા નું વિતરણ કરેલું અને આ પ્રકારે દર વર્ષે આ સેવા કાર્ય કરી અને લુપ્ત થતી ચકલી ને બચાવવા નો આ ઉત્તમ પ્રયત્ન કરવા માં આવે છે.

ચકલી દિવસ નિમિત્તે પણ સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા માંગરોળ તાલુકા ની અગણિત ગૌ શાળા અને ગૌ સેવકો નું સન્માન કર્યું હતું જે લોકો અને સંસ્થા એ લંપી જેવી મહામારી માં ભગીરથ કાર્ય કરેલું

આ સિવાય નગર માં ચાલતી શ્રી રામ કથા માં પણ અંદાજીત ત્રણસો જેટલા માળા નું કથા ના શ્રોતા બહેનો ને વિતરણ કરવા માં આવેલું.

રિપોર્ટર
સુદીપ ગઢિયા-9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.