વિસાવદરમાં ટીમ મોદી સપોર્ટર સંઘના કાર્યાલયનું ઉદ્ઘાટન - At This Time

વિસાવદરમાં ટીમ મોદી સપોર્ટર સંઘના કાર્યાલયનું ઉદ્ઘાટન


વિસાવદરમાં ટીમ મોદી સપોર્ટર સંઘના કાર્યાલયનું ઉદ્ઘાટન

આજરોજ તા.૨૨-૨-૨૦૩૪ ના રોજ વિસાવદર શહેરમાં ટીમ મોદી સપોર્ટર સંઘ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું.
સૌ પ્રથમ મહાનુભવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. બાદ એસ.સી. મોરચા સંગઠનના મંત્રી ભરતભાઈ દાફડાએ જણાવેલ કે આ સંસ્થા માત્ર નાના માણસોને લગતા પ્રશ્નોને વાચા આપી જે તે સરકારી ઓફિસોમાં ખોરંભે પડેલા કાર્યોના નિવારણ માટેની સંસ્થા છે. માત્ર ને માત્ર નિષ્કામ સેવાથી સમિતિના સભ્યો સહયોગ કરશે.
ઉપરોક્ત ઉદ્ઘાટન વેળાએ પૂર્વ ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી, પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ ભાલાળા, પૂર્વ જિ.પં.ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી, વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ રીબડીયા ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ સુરેશભાઈ સાદરાણી, પરસોતમભાઈ પદમાણી, કલાકાર કેશુભાઈ બારોટ, દર્શનભાઈ જોશી, ભાજપ અગ્રણી લાલજીભાઈ સાતા તથા કાર્યકરો ઉપસ્થિત રહેલ.
સમિતિના સભ્યો રમેશભાઈ સોલંકી, જનકભાઈ ચૌહાણ, રમેશભાઈ મકવાણાએ સંપૂર્ણ સહયોગ કરેલ.

રિપોર્ટ સી. વી. જોશી વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.