શ્રી કેસરી નંદન હનુમાનજી દાદાને કેસુડાના કેસરી ફુલોનો કેસરીયો શણગાર તથા ધાણી-ખજૂર-ડાળીયાનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.22-02-2025ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા ધરાવાયા છે,આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી પ.પૂ.સદ્.શા.શ્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી-વડતાલ દ્વારા કરવામાં આવી હતી. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના સિંહાસને આજે શ્રી કેસરી નંદન હનુમાનજી દાદાને કેસુડાના કેસરી ફુલોનો કેસરીયો શણગાર ધરાવવામાં આવ્યો હતો સાથોસાથ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ધાણી-ખજૂર- ડાળીયાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞનું આયોજન કરવામા આવેલ, હજારો ભક્તોએ આ અનેરા દર્શનનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલઆજે શનિવાર નિમિત્તે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામી એ જણાવ્યું કે, આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને 500 કિલોથી વધુ કેસુડાના ફૂલનો શણગાર કરાયો છે અને કેસુડાના ફૂલના વાઘા પહેરાવ્યા છે. દાહોદ, પંચમહાલ અને નર્મદાથી લાવ્યા, 500 કિલોથી વધૂ કેસુડો,ખજૂર, ધાણી અને દાળિયા 200 કિલો ઉપરનો અન્નકૂટ, વાઘા, મંદિરે સંતો આને હરિભક્તો 3 કલાકમાં બનાવ્યા છે, આંકડાનો હારર બગાસરામાં એક ભક્તે બનવીને મોકલ્યો છે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
