પી.એફ. વિભાગ દ્વારા આયોજિત“નિધિ આપકે નિકટ ૨.૦ કાર્યક્રમ” - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/2exwzqqr4euobo0z/" left="-10"]

પી.એફ. વિભાગ દ્વારા આયોજિત“નિધિ આપકે નિકટ ૨.૦ કાર્યક્રમ”


પી.એફ. વિભાગ દ્વારા આયોજિત“નિધિ આપકે નિકટ ૨.૦ કાર્યક્રમ”

પી.એફ. વિભાગ, ભરૂચ દ્વારા તારીખ ૨૭ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ “નિધિ આપકે નિકટ ૨.૦ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમ માં સભ્યો, નોકરી દાતાઓ અને પેન્શનરો ને પી.એફ. અને પેન્શન યોજનાઓ બાબતે જાણકારી આપવામાં આવી તેમજ સભ્યો અને પેન્શનરો ની ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું.

ક્ષેત્રીય ભવિષ્ય નિધિ કમીશ્નરશ્રી, ધનવંત સિંહે જાણકારી આપતાં જણાવ્યું કે,નિધિ આપકે નિકટ ૨.૦ ભવિષ્ય નિધિ વિભાગ દ્વારા નવી પહેલ કરવામાં આવેલ છે. જે હેઠળ બધા જિલ્લાઓમાં સભ્યો, નોકરી દાતાઓ અને પેન્શનરો ને જાણકારી આપવામાં આવશે તેમજ સ્થળ પર જ તેઓની ફરિયાદ ના નિવારણ હેતુ કેમ્પ આયોજિત કરવામાં આવશે. કાર્યક્રમ નું ઉદ્ઘાટન શ્રમ સચિવ શ્રીમતી આરતી આહુજા દ્વારા વર્ચુઅલ રીતે કરવામાં આવ્યું. કાર્યક્રમ હેઠળ ભરૂચ ના અધિકાર ક્ષેત્ર માં આવનાર ભરૂચ અને નર્મદા જીલ્લામાં નિધિ આપકે નિકટ ૨.૦કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ માં જી.એન.એફ.સી. ઓડીટોરીયમમાં કુલ ૨૬૨ પ્રતિનિધિઓ એ ભાગ લીધો જેમાં ફરિયાદોનું નિવારણ, જીવન પ્રમાણપત્ર અપડેટ, ઈ-નોમીનેશન કરાવવામાં આવ્યું. નર્મદા જીલ્લામાં રાજપીપળા નગરપાલિકા સદનમાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય કાર્યાલય થી શ્રી અજીત કુમાર, ક્ષેત્રીય ભવિષ્ય નિધિ કમીશ્નરશ્રીનિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં કુલ ૧૬૩ પ્રતિનિધિઓએ ભાગ લીધો.

ક્ષેત્રીય કમીશ્નરશ્રી એ જણાવ્યું કે જાગૃતિ અને ફરિયાદ નિવારણનો આ કાર્યક્રમ દરેક મહીને આયોજિત કરવામાં આવશે જેમાં લોકો સામાજિક સુરક્ષા યોજનાઓનો મહત્તમ લાભ લઇ શકે.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]