13 મીએ ભાવનગર ખાતે તિરંગા યાત્રામાં 25 હજાર લોકો જોડાશે - At This Time

13 મીએ ભાવનગર ખાતે તિરંગા યાત્રામાં 25 હજાર લોકો જોડાશે


- આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનુ આયોજન - તિરંગા યાત્રા શહેરના બજાર વિસ્તારમાં ફરશે : પોલીસ બેન્ડ, વિવિધ શાળાઓના બેન્ડ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે તિરંગા યાત્રાનુ આયોજન ભાવનગર : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. ગુજરાતમાં પણ તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તે અન્વયે ભાવનગરમાં પણ આગામી તા. ૧૩ ઓગસ્ટના રોજ સાંજે ૪.૩૦ કલાકે તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવેલ છે. આ તિરંગા યાત્રાને લઈ હાલ તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તિરંગા યાત્રા ભાવનગર શહેરના એ.વી.(ધનેશ મહેતા) સ્કૂલના મેદાનથી પ્રારંભ થઈ નવાપરા, હલુરીયા ચોક, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ઘોઘાગેટ, ખારગેટ, મામાકોઠા, બાર્ટન લાયબેરી,  હલુરીયા ચોક થી પરત એ.વી.સ્કૂલ પરત ફરશે. આ 'તિરંગા યાત્રા'માં અંદાજે ૨૫,૦૦૦થી વધુ લોકો ઉત્સાહભેર જોડાશે. આ યાત્રામાં ચાર જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરતાં સ્ટેજ પણ બનાવવામાં આવશે. આ યાત્રામાં રોટરી ક્લબ, ચેમ્બર ઓફ કોમર્સ, બિલ્ડર એસોસિએશન, ડાયમંડ એસોસિએશન સહિતના વિવિધ એસોસિએશન પોતાના ડ્રેસ કોડ સાથે જોડાશે. પોલીસ બેન્ડ, વિવિધ શાળાના બેન્ડ આ પ્રસંગે રાષ્ટ્રગીતોની સંગીતમય પ્રસ્તુતિ પણ રજૂ કરશે. આ યાત્રા ભાવનગરના ઇતિહાસની એક અદભુત અને અપ્રતિમ યાત્રા બની રહેવાની છે.તિરંગા યાત્રામાં શિક્ષણ મંત્રી, શહેરી વિકાસ મંત્રી, વન અને પર્યાવરણ મંત્રી સહિતના મહાનુભાવો આ તિરંગા યાત્રામાં સહભાગી થશે. આ ઉપરાંત સાંસદ, ધારાસભ્ય, મેયર સહિતના શહેરના ગણમાન્ય નાગરિકો પણ જોડાશે. રાષ્ટ્ર પ્રત્યેની ભાવના રજૂ કરતી આ યાત્રામાં શહેરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાય તે માટે કલેકટર અને ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનરએ અનુરોધ કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.