સુરેન્દ્રનગરમાં કેરોસીનની અછત વચ્ચે સરકારી ડેપોમાંથી 21,400 લીટર જથ્થો ભેદી રીતે ગાયબ - At This Time

સુરેન્દ્રનગરમાં કેરોસીનની અછત વચ્ચે સરકારી ડેપોમાંથી 21,400 લીટર જથ્થો ભેદી રીતે ગાયબ


- ખેરાળી રોડ પરના ડેપોમાંથી કેરોસીનની ચોરી કે સગેવગે કરી દેવાયું?- જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં કેરોસીન ચોરી થયાની અરજીના આધારે તપાસ હાથ ધરવામાં આવી : મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં ખેરાળી રોડ ઉપર સરકારી કેરોસીનના અધિકૃત વિક્રતા(એસ.ઓ.કે.)ના ડેપોમાંથી લાખ્ખો રૂા.ની કિંમતનું ૨૧,૪૦૦ લીટર કેરોસીનની ચોરી થયાની જાણવા જોગ અરજી જોરાવરનગર પોલીસમાં થતા ચકચાર ફેલાવા પામેલ છે. આ બનાવમાં લોકમાનસમાંથી અનેક સવાલો ઉઠી રહ્યા છે.આ અંગે જાણવા મળતી વિગત એવી છે કે, સુરન્દ્રનગરમાં સરકારી કેરોસીનના અધિકૃત વિક્રેતા (એસઓેકે) લાલચંદફુલચંદ એન્ડ સન્સ છે. ખેરાળી રોડ ઉપર પ્રમુખસ્વામી ટાઉનશીપની સામે તેમનો કેરોસીનનો ડેપો આવેલ છે. લાલચંદફુલચંદ એન્ડ સન્સવાળા હાર્દિકભાઈએ જોરાવરનગર પોલીસમાં આપેલી જાણવાજોગ અરજી મુજબ ગુરૂવારે રાત્રે તેમને ખબર મળી હતી કે તેમના કેરોસીનના ડેપોમાંથી રૂા.૨૧,૫૦,૦૦૦ ની કિંમતનું ૨૧,૪૦૦ લીટર સરકારી કેરોસીનની ચોરી થયેલ છે.. જોરાવરનગર પોલીસે અરજીના આધારે તપાસના ચક્રો ગતિમાન કરેલ છે.આશ્ચર્યની વાત એ છે કે લાખ્ખો રૂા.ની કિંમતના સરકારી કેરોસીનનો સંગ્રહ કરાયેલ હતો તે ખેરાળી રોડ ઉપરના ડેપોમાં સીસીટીવી કેમેરા પણ નહોતા.. અને કોઈ સિકયોરીટી વ્યવસ્થા પણ ન હતી..! ઉલલેખનીય બાબત એ છે કે, સુરેન્દ્નગરમાં છેલ્લા કેટલાય સમયથી કેરોસીન મળતુ નથી.. સરકારી સુત્રોમાંથી બિનસત્તાવાર રીતે મળતી વિગત મુજબ મોટાભાગના કાર્ડધારકો હવે ઈંધણ તરીકે ગેસ વાપરતા થયા હોવાથી ઘર વપરાશમાં કેરોસીનનો ઉપયોગ નહિવત થાય છે તો પછી સરકારી કેરોસીનનો આટલો મોટો જથ્થો ડેપોમાં કેવી રીતે?અને શા માટે હતો?  સરકારી કેરોસીનનો આટલો મોટો જથ્થો સંગ્રહાયેલો હોવા છતા ખુલ્લા બજારમાં કેરોસીનની અછત જેવી સ્થિતી શા માટે હતી..? આવા અનેક સવાલો લોકમાનસમાંથી ઉઠી રહ્યા છે. આ બનાવમાં ઉંડી અને સાચી તપાસ થાય તેવી લાગણી અને માંગણી છે.ચોરી છતાં ફરિયાદને બદલે જાણવાજોગ અપાતા શંકા-કુશંકાસુરેન્દ્રનગરના ખેરાળી રોડ ઉપર આવેલ ડેપોમાંથી લાખ્ખો રૂા.ની કિંમતનુ સરકારી કેરોસીન ચોરાઈ જવાના બનાવમાં કેરોસીનના ડેપોમાં સીસીટીવી કેમેરા કે સિકયોરીટી વ્યવસ્થા નહોતી તે બાબત તપાસનો વિષય હોવાનું મનાય છે ઉપરાંત આટલા મોટા જથ્થામાં કેરોસીનની ચોરી કેવી રીતે થઈ? લાખ્ખો રૂા.નુ કેરોસીન ચોરી થવા છતા પોલીસમાં માત્ર જાણવા જોગ અરજી કેમ અપાઈ છે? સૌથી મોટો સવાલ એવો ઉઠે છે કે, અછત જેવી પરિસ્થિતિમાં સરકારી કેરોસીનના નિયત ભાવથી લીટરે રૂા.૪૦ થી ૫૦ વધારે લઈને કેરોસીનનો જથ્થો સગેવગે કરી નંખાયો નથીને? આ તમામ પ્રશ્નો ઉંડી તપાસના વિષયો હોવાનું મનાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.