ઇતિહાસ માં અંકિત જાનબાઈ દેરડી નું ભટ્ટ કુટુંબ  દોથા જેવડા દેરડીની દરિયા જેવડી વાતું - At This Time

ઇતિહાસ માં અંકિત જાનબાઈ દેરડી નું ભટ્ટ કુટુંબ  દોથા જેવડા દેરડીની દરિયા જેવડી વાતું


ઇતિહાસ માં અંકિત જાનબાઈ દેરડી નું ભટ્ટ કુટુંબ  દોથા જેવડા દેરડીની દરિયા જેવડી વાતું  ઇતિહાસ માં અન્ય નાના સમાજ ના ત્યાગ સમર્પણ સાહસ બલિદાન વૈરાગ્ય ને ભાગ્યેજ સ્થાન મળ્યું છે જે ખૂબ દુઃખદ કહેવાય

અશપુષ્યતા નાબુદી માટે પોતા ના સગા પુત્ર ને શ્રાપિત કરી ત્યાગ કરનાર એકજ કુવા નું પાણી ભરવા ના અધિકાર આપનાર સતી રત્ન જાનબાઈ ની દેરડી એટલે નાનું એવું ગામ પણ તેની ત્યાગ સમર્પણ વૈરાગ્ય શોર્ય ઇતિહાસ માં અમર છે  સોમનાથની સખાતે ચડનાર હમીરજી ગોહિલ સાથે ૩૦ જણા ભેળા હાલ્યા તેમાં તેજલ ભટ્ટ પણ સાથે હતા સોમનાથની પાલખી લઈને મધ્ય પાંચાળમાં પહોંચતાં દુશ્મન દળ સાથે ધીંગાણું થયેલું તેમાં વેજલ ભટ્ટ શહીદ થયા તેનો દુહો પ્રખ્યાત છે

"કરશન વેલો ગોઈઓ, ભેળા વેજલ ભટ્ટ સોમનાથ શરણે ગયા, રાખી પરિયા વટ"

વેજલ ભટ્ટે શરીર પર બાવન ઘા જીલ્યા હતા. તેથી ભટ્ટ કુટુંબમાં પ્રથમ પુત્રના જન્મ નિમિત્તે બાવન ગજની ધજા ઘેલા સોમનાથના શિખર પર ચઢાવવામાં આવે છે.ઘેલા સોમનાથની મહાપૂજાનો અધિકાર માત્ર ભટ્ટ કુટુંબનો આજે પણ છે.વેજલ ભટ્ટના વંશજો ભડલીમાં વસેલા દયારામ ભટ્ટને વચનસિદ્ધિ વરેલી. દેરડી (જાનબાઈ)નું તોરણ બંધાયું ત્યારે ગરાસ સાથે ભટ્ટ કુટુંબ દેરડીમાં આવી વસ્યું હતું.રામકૃષ્ણ ભગવાનજી ભટ્ટ હોંગકોંગ ગયેલા અને ઘણાં વર્ષ ત્યાં રહેલા. તેના નાનાભાઈ કાશીરામ ભગવાનજી ભટ્ટે એ જમાનામાં આધુનિક ખેતી કરતા હતા. તેમણે મુંબઈના કરોડપતિ રાવલ એન્ડ કાં.વાળા રાવલ શેઠને ત્યાં પ્રથમ લગ્ન કરેલ. બીજું લગ્ન મા. આણંદજી કાઠિયાવાડી કબૂતરના નામે રંગ-ભૂમિના ટોચના કલાકારનાં બહેન સાથે કરેલ. તેથી મુંબઈના કરોડપતિ અને ખ્યાતનામ કલાકાર દેરડી (જાનબાઈ) ગામે અવારનવાર મહેમાન થતાં.કાશીરામ ભટ્ટના સુપુત્ર વસંતભાઈ ભટ્ટે ૪૨ ની આઝાદીની લડતમાં ભૂગર્ભ પ્રવૃત્તિમાં ભાગ લીધેલો. રાજકોટના શ્રી બાલકૃષ્ણ શુકલના તેઓ સાથી હતા.આવું એક બ્રાહ્મણ પરિવાર જેઠા  રાવળ નો પાળિયો પૂજાય છે જન્મભૂમિ પત્રના તંત્રીશ્રી પોપટભાઈ રાવળના પૂર્વજ જેઠા રાવળનો પાળિયો દેરડીની વાવ સામે હાલ છે તે એક ઐતિહાસિક રાહીદ સ્મારક છે જેઠા રાવળ અને તેમનો યુવાન પુત્ર ગામના પાદરમાંથી વટેમાર્ગુ તરીકે નીકળેલા ત્યારે ચારણ ગિરાસદારોએ ચીલાવેરો માંગ્યો જેઠા રાવળે ‘બ્રાહ્મણો પર કર ન હોય’નો આગ્રહ રાખેલો. વાત વધી પડી. જેઠા રાવળની અટકાયત થઈ એટલે પોતાના પુત્રને હાથે પોતાનું માથું ઉતરાવી કર તરીકે મોકલેલું.

ત્યારથી કર ગયો. જેઠા રાવળની ખાંભી ખોડાણી. રાવળ કુટુંબ છેડાછેડી છોડવા આજે પણ દેરડી આવે છે.

ખોજા ગૃહસ્થનાં સંત વૈરાગી સતી રત્ન સાંકળીબાઈ 

સાંકળીબાઈને પરણવા આવનાર વરરાજા ગામના પાદરમાં વડ નીચે વૈશાખની લાગવાથી ગત થયા. સામૈયું ચુપ થઈ ગયું એ વાતની જાણ સત્તર વરસનાં સાંકળીબાઈને થતાં તે જાતે પાદરમાં પહોંચી પોતાના થનાર પતિનું માથું ખોળામાં લઈને જાનની સાથે વિદાય થયેલાં. અને સાસરવાસમાં સદાવ્રત ચલાવીને સંતકોટીને આંબી ગયેલાં. દેરડીમાં હાસમ લાધાની પેઢીનું ઊજળું નામ હતું. હાલ તેના વંશજો કેનેડામાં વસે છે  આમ લાઠી તાલુકા દોથા જેવડા જાનબાઈ ની દેવડી ગામ ની દરિયા જેવી દાતારી શોર્ય સાહસ ત્યાગ વૈરાગ્ય બલિદાન ઇતિહાસ ના પાને અંકિત છે જાનબાઈ ની દેરડી ગામ ના કપોળ વણિક પરિવાર ની દાતારી અમર છે વહે પછી વિસ્તાર થી મુકીશું 

નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.