ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સુરીલો સંગીત કાર્યક્રમ યોજાશેતા. 13 ઓગસ્ટ 2022ગાંધીનગર - At This Time

ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સુરીલો સંગીત કાર્યક્રમ યોજાશેતા. 13 ઓગસ્ટ 2022ગાંધીનગર


ભારત દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેના અનુસંધાને સમગ્ર દેશમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવવામાં આવી રહ્યો છે. 75માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૂરીલા સંગીત કાર્યક્રમનું આયોજન સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ગૃહરાજ્યમંત્રી માન. હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહેશે.
તારીખ 14 ઓગસ્ટની સાંજે 7 વાગ્યે પનઘટ ગૃપના કલાકારો દ્વારા આઝાદીના અમૃત મહોત્સવને સંગીતમય રીતે ઉજવવામાં આવશે. આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી હિતેષભાઇ મકવાણા, ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી જશવંતભાઇ પટેલ, અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદશ્રી હસમુખભાઈ પટેલ, તેમજ ગાંધીનગર દક્ષિણ બેઠકના ધારાસભ્યશ્રી શંભુજી ઠાકોર પણ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમના ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા વિવિધ કૃતિઓ વડે સાંસ્કૃતિક કાર્યક્રમનો રસપાન કરાવવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત થવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તમામ નગરજનોને આમંત્રણ પાઠવવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.