વિસાવદર ખાતે અનુસૂચિત એકતા સમિતિ વિસાવદરની પંચવર્ષીય યોજના અંતર્ગત બેઠક મળી. - At This Time

વિસાવદર ખાતે અનુસૂચિત એકતા સમિતિ વિસાવદરની પંચવર્ષીય યોજના અંતર્ગત બેઠક મળી.


વિસાવદર ખાતે અનુસૂચિત એકતા સમિતિ વિસાવદરની પંચવર્ષીય યોજના અંતર્ગત બેઠક મળી.
વિસાવદર
વિસાવદર આજે તારીખ 6/3/23 ના રોજ ધર્મશાળા ખાતે વિસાવદર અનુસૂચિત સમાજ એકતા સમિતિની બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસાવદર તાલુકામા સરકાર તરફથી મળતી પંચવર્ષીય યોજનાની ગ્રાન્ટ તાલુકાના અનુસૂચિત વિસ્તારના વિકાસના કામોમાં વાપરવામાં આવેલ નથી. તેમજ ગ્રામ પંચાયતના અનુસૂચિત સદસ્યને આ ગ્રાન્ટની જાણ પણ કરવામાં આવતી નથી તેવા પ્રશ્ન સાથે વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત સમાજના આગેવાનોની બેઠક આજે મળી હતી. આ તમામ પ્રસ્નો લેખિતમા રજુઆત વિસાવદર તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી.
આ બેઠકમાં નાનજીભાઈ રાઠોડ, પ્રવીણભાઈ વણજારા, ચનાભાઈ વાળા, હરિભાઈ સોલંકી, રમેશભાઈ ગેગડા, ઉમેશ ભાઈ દાફડા, શ્યામ પરમાર, રમેશભાઈ ભાસા, એ જે. ગેગડા ગુડુ ભાઇ વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.