ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાનાં લોઢવા ગામે પાંચેક મિનિટ ફુંકાયેલા પવનથી ચક્રવાતમાં મકાનોના છાપરાં ઉડયા ગ્રામજનોમાં ભયની લાગણી વાવાઝોડા સાથે ભારે વરસાદ તારાજી સર્જી

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાનાં લોઢવા ગામે પાંચેક મિનિટ ફુંકાયેલા પવનથી ચક્રવાતમાં મકાનોના છાપરાં ઉડયા ગ્રામજનોમાં ભયની લાગણી વાવાઝોડા સાથે ભારે વરસાદ તારાજી સર્જી


તા:9 ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા ઞીર ઞઢડા કોડીનાર ઉના તાલાળા વેરાવળમાં વરસાદી માહોલથી આજે ઓચિંતા સાંજના સમયે ત્રણ તાલુકામાં વરસેલા વરસાદી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેમના અનુસંધાને આજે સાંજના સમયે કોડીનારમાં 2.5 ઈંચ વેરાવળ સોમનાથમાં 1 ઇંચ અને સુત્રાપાડા તાલુકામાં 1.5 ઈંચ જેટલો વરસાદ વરસી જતા માર્ગ ઉપર વરસાદી પાણી વહેતા થયા હતા અને ભારે વરસાદથી સુત્રાપાડા પંથકના લોઢવા ગામમાં 5 મિનિટ તોફાની પવનનો ફુંકાતા અનેક મકાનોના છાપરાં ઉડીને ધરાશય થયા હતા અનેક વિજપોલ પણ જમીન દોસ્ત થતાં ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી હતી

ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લાના બધા તાલુકામાં સતત વરસાદી માહોલ જોવા મળે છે અને ક્યાંક ધીમીધારે ઝાપટાં અને ઝડપી વરસાદ વરસતા આજે ખેતરોમાં પણ પાણી પાણી દેખાઈ રહ્યા છે અને ગીર સોમનાથ જિલ્લાના અનેક ખેડૂતોની હાલત હાલ ખેતરોમાં પાણી ભરાવાથી કૂવા ભરાવાથી નહેર નદીના નાળા છલકાઈ આવવાથી આજે અનેક ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળે છે ત્યારે રાજ્ય સરકાર પાસે પણ પાક નિષ્ફળ સહાયની ખેડૂતો પણ રાહ જોઈને બેઠા છે જેમાં સુત્રાપાડા કોડીનાર ગીરગઢડા તાલાળા વેરાવળ સોમનાથ જેવા અનેક તાલુકામાં સોયાબીન મગફળી કપાસનું વાવેતર હોય ત્યારે ઘણા ખેતરોમાં પાણી ભરાવાથી અનેક વાવણી કરેલ વાવેતરમાં પાણી ભરાવાથી ભરાવાથી હાલ ઊભો પાક પણ સુકાઈ રહ્યો છે અનેક ખેડૂતોનું 100 ટકા પાક નિષ્ફળ જાય એવી સંભાવના પણ દેખાઈ રહી છે ત્યારે હાલ ગીર સોમનાથ જિલ્લાના અનેક ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે

જેમાં સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામમાં ગણતરીની કલાકોમાં પાંચ મિનિટ સુધી વંટોળ અને ઝડપી પવન ફૂંકાતાની સાથે સર્જાયેલ વિનાશ અનેક મકાનોના છાપરાં ઉડી ગયેલા જોવા મળ્યા હતા અને અનેક વીજ પોલ પણ જમીન દોસ્ત થઈ જતા અને વૃક્ષો પણ જમીન દોસ્ત થઈ જતા સુત્રાપાડા તાલુકાનાં લોઢવા ગામમાં લોકોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું જેમાં હાલ સતત વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો અને આજે ગીર સોમનાથ જિલ્લાના અનેક ખેડૂતો અને આમ જનતા વરસાદી માહોલ વસે આજે સતત 15/20 દિવસથી વરસતા ધીમીધારે વરસાદથી અનેક મુશ્કેલીઓ વેઠીને પોતાનો સમય ઘરમાં જ વિતાવી રહ્યા છે એવું પણ લોકોમાંથી જાણવા મળ્યું હતું અને અનેક ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે અને અનેક સામાન્ય પરિવાર પણ હાલ વરસાદી માહોલ વચ્ચે કામ ધંધા ઉપર પણ જઈ શકતા નથી એવી સ્થિતિ ગીર સોમનાથ જિલ્લાનાં અને તાલુકામાં જોવા મળે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોઈ સહાય પેકેજ ફાળવે એવી લોક માઞણી ઉઠવા પામી છે

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »