જૂનાગઢ પોલીસે યુવાન અરજદારને પોતાની સગાઈ બચાવવા મદદ કરી - At This Time

જૂનાગઢ પોલીસે યુવાન અરજદારને પોતાની સગાઈ બચાવવા મદદ કરી


જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ ઝાંઝડિયા તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારાસામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છેએ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે

રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા વિસ્તારમાં રહેતા યુવાન સાથે જૂનાગઢ શહેરના પોતાના એક સગા સદગ્રહસ્થ સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, પોતાની સગાઈ જૂનાગઢ તાલુકાના એક ગામમાં પોતાના સમાજની એક છોકરી સાથે થયેલ હોઈ, કુટુંબ અને છોકરી બહુ સારી હોઈ, કુટુંબ સાથે મળીને સગાઈ નક્કી કરવામાં આવેલ હતી. પોતાને એક મોબાઈલ ફોન ઉપરથી અમે જે સગાઈ કરી છે, એ છોકરી તમારા લાયક નથી અને સગાઈ તોડી નાખવા માટે મેસેજ થી જાણ કરવામાં આવેલ હતી. પોતે આ નંબર વાળાને ફોન કરતાં ઉપડતા ના હોઈ અને અજાણ્યો માણસ હોઈ, પોતાના કુટુંબ દ્વારા તપાસ કરતા, આ જ મોબાઈલ નંબર ઉપરથી પોતાની મંગેતર ને પણ આ પ્રકારનો મેસેજ આવેલાનું જાણવા મળતા, આ વ્યક્તિને શોધી, સગાઈમાં શા કારણે વિક્ષેપ પાડી, તોડવા માંગે છેતે બાબત તપાસ કરવા રજૂઆત કરવામાં આવેલ હતી

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી. ધોકડીયાં, સ્ટાફના હે.કો. ભદ્રેશભાઇ, જૈતાભાઈ, સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે મોબાઈલ ફોન નંબર ધરકની તપાસ કરતા, જામનગરનો વાતની હોઈ, તે યુવાન સાથે વાત કરી, પોલીસ સ્ટેશન પોતાના વડીલો સાથે બોલાવતા, આ સગીર હોઈ, પોતે કાઈ જાણતો નહિ હોવાનું રટણ કરતા, પોલીસની ભાષામાં સમજાવતા અને કાર્યવાહી કરવા જણાવતા, જામનગર ખાતેથી પોતાના કુટુંબ સાથે આવેલ સગીર પોપટ બની ગયેલ હતો અને સોશિયલ મીડિયામાં છોકરીને રિક્વેસ્ટ મોકલેલ અને ફ્રેન્ડ હોય, એકતરફી પ્રેમ કરતો હોય, છોકરીની સગાઈ તોડાવવા મેસેજ કારેલાની કબૂલાત આપેલ હતી. સગીર તથા જામનગરથી આવેલ તેના કુટુંબીજનો દ્વારા ભવિષ્યમાં કોઈ મેસેજ કે સંપર્ક નહિ કરે અને પોતાની ભૂલ સ્વીકારતા , તેવું અરજદારને જણાવી પણ દેવામાં આવેલ હતું. મેસેજ કરનારની ઉંમર અને કુટુંબીજનોની વિનંતીને માન આપી, યુવક તથા યુવતીના સગા સંબંધીઓ દ્વારા ફરિયાદ કરવાનું ટાળેલ હતું. યુવક અરજદાર તથા તેના સગા દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્તકર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદાર હવેથી મેસેજ આવે તો જાણ કરવા અને સગાઈ કરનાર યુવક યુવતીને એકબીજા ઉપર શંકા નહિ કરવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. સોશિયલ મીડિયાની સગીરો ઉપર થતી આ અસર નો કિસ્સો ભદ્ર સમાજમાં લાલબત્તી સમાન કિસ્સો હોઈ, લોકોએ ચેતવાની જરૂર છે

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા યુવાન અરજદારને પોતાની સગાઈ બચાવવા મદદ કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વનિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.