ચેકપોસ્ટ શરૂ કરાશે: ચૂંટણીને લઇ ખેડબ્રહ્મા બોર્ડર પર પોલીસ દ્વારા વાહનોની તપાસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/1nymmyedn48pbg4u/" left="-10"]

ચેકપોસ્ટ શરૂ કરાશે: ચૂંટણીને લઇ ખેડબ્રહ્મા બોર્ડર પર પોલીસ દ્વારા વાહનોની તપાસ


ગુજરાત અને રાજસ્થાનની સંયુક્ત ચેકપોસ્ટ શરૂ કરાશે

લોકસભા ચૂંટણીને લઈ રાજસ્થાન બોર્ડરને જોડતી ચોકીઓ પર ડીવાયએસપી દ્વારા મુલાકાત લઇ વાહનોનું ચેકિંગ કરાયું હતું.

લોકસભા ચૂંટણીને લઈ ઈડર ડી.વાય.એસ.પી. સ્મિત ગોહિલે ખેડવા બોર્ડર પર મુલાકત લીધી હતી અને વાહનોનું ચેકિંગ કર્યું હતું. ડીવાયએસપીના જણાવ્યા અનુસાર બોર્ડર પર હથિયાર, માદક દ્રવ્યો, અનઅધિકૃત રકમની હેરાફેરી ના થાય તેના માટે સઘન ચેકિંગ કરાશે તથા આવનાર સમયમાં ગુજરાત અને રાજસ્થાનની સંયુક્ત ચેક પોસ્ટ શરૂ કરાશે. તેમની સાથે ખેડબ્રહ્મા પીએસઆઈ એ.વી. જોશી, સી.આઈ.એસ.એફ. પી.આઈ. રાજસ્થાન કોટડા ડી.વાય.એસ.પી. રાજેન્દ્રસિંહ હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]