માળીયા હાટીના ગિરનાર હાઇસ્કૂલ ખાતે શીક્ષક દિવસે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓ અને શીક્ષકોનું સન્માન કરવામાં આવ્યું - At This Time

માળીયા હાટીના ગિરનાર હાઇસ્કૂલ ખાતે શીક્ષક દિવસે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓ અને શીક્ષકોનું સન્માન કરવામાં આવ્યું


માળીયા હાટીના આગાખાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રતિષ્ઠિત અને સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર એવી ગિરનાર હાઇસ્કૂલ દ્વારા આજે વિશ્વ શીક્ષક દીને શ્રેષ્ઠ શીક્ષક માટે પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ તેમજ શાળામાં સેવા આપતા શીક્ષકોનુ દર વર્ષની જેમ સ્કૂલના આચાર્ય અશોક સીંદ્દે દ્વારા માળીયા હાટીના તાલુકા ના પત્રકારો ની ઉમદા કામગીરી ને બિરદાવવા માટે ગિરનાર સ્કૂલ માં પત્રકારો નો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો

આ સાથે મહેમાનો તરીકે પધારેલ માળીયા હાટીના તાલુકા હેલ્થ ઓફીસર આભબેન મલ્હોત્રા, તાલુકા હેલ્થ સુપર વાઇઝર મિતેષકછોટ સહિતના મહાનુભવોનું પુષ્પ ગુંચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું

આગાખાન હોસ્ટેલ દ્વારા આજે ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મદિવસ શિક્ષક દિનની ઉજ્જવણી કરતા નાના નાના બાળકોને શિક્ષક બનાવીયા હતા અને આ બાળશિક્ષકોનું સન્માન કરેલ આતકે સંસ્થાના ચેરમેન નલિનભાઈ ભાણવડિયા તેમજ ટ્રસ્ટીઓ તથા પ્રિન્સિપાલ અશોક સીંદે, હોસ્ટેલ સુપ્રીટેન્ડન ખેરુંનિશા સારંગવાલા તથા સ્ટાફ તેમજ આતકે ઉપસ્થિત રહેલા મહાનુભવો અને પત્રોકારોની હાજરીમાં આ કાર્યક્રમ દરમિયાન સ્ફુલ ના બાળકો દ્વારા શિક્ષકો નું સન્માન કરી શિક્ષક દિવસ ની પણ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બાળકો દ્વારા ડાન્સ અને મધુર ગીતો નો રજૂ કરી આવેલા મહેમાનો ને મંત્ર મુગ્ધ કરી દીધા હતા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.