ધંધુકાની રામટેકરી મંદિર ખાતે જળ જીલણી અગિયારસ ની ભવ્ય પાલખી યાત્રા યોજાઈ. - At This Time

ધંધુકાની રામટેકરી મંદિર ખાતે જળ જીલણી અગિયારસ ની ભવ્ય પાલખી યાત્રા યોજાઈ.


ધંધુકાની રામટેકરી મંદિર ખાતે જળ જીલણી અગિયારસ ની ભવ્ય પાલખી યાત્રા યોજાઈ.
અમદાવાદ જીલ્લા ના ધંધુકાની રામટેકરી મંદિર ખાતે મોટી સંખ્યામાં સનાતની ભક્તઓ સાફા બાંધી સવારે 10.00 વાગે પહોંચી ગયા હતા. બપોરે 11.30 કલાકે સમયસર શોભાયાત્રા ધંધુકા નગરમાં પ્રસ્થાન થઈ.
આ શોભાયાત્રામાં અશ્વ સવારી પણ હતી.ધંધુકા તાલુકાના જુદા જુદા ગામોથી ઘણા અશ્વારોહીઓ અશ્વ સાથે આવેલા.
આ યાત્રા ધંધુકાની પ્રાચીન અને પરંપરાગત એક માત્ર પાલખીયાત્રા છે.આપ સૌ રામ ભક્તોના અથાક પ્રયત્નોથી ઉભા થયેલા માહોલથી જળ જીલણી અગિયારસની પાલખીયાત્રા ભવ્ય બની રહી.મોટી સંખ્યામાં રામ ભક્તો સામેલ થયા હતા.
ઠાકોરજીનું અને યાત્રિકોનું ઠેક ઠેકાણે પુષ્પ પાંદડીથી સ્વાગત થયું.વ્યાપારી મહાજનો પર ઠાકોરજીની કૃપા બની રહે તેઓ દર્શન લાભ લે તેવુ આયોજન રામટેકરી ભક્ત મંડળે કરેલું.યાત્રિકો માટે પાણી ,સરબતની સેવા કરનારા વ્યક્તિઓ અને મંડળો પણ થોડા થોડા અંતરે સેવારત હતા.
"હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાક કી"ના નાદ સાથે આખા નગરમાં યાત્રા ફરી.યાત્રામાં જુદા જુદા રાજકીય પક્ષોના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.રામ ટેકરી મંદિરના મહંત રામ પ્રસાદજી બાપુએ ઠાકોરજીની આરતી કરી,જળ વધામણાં કરી સૌને આશીર્વાદ આપેલ.રામ ટેકરી ગ્રુપના સહુ સદસ્યોએ અભિવાદન કર્યું હતું.

રીપોર્ટર : સી કે બારડ

મો 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.