ગુજરાતમાં રહેતા પરપ્રાંતીય પરિવારો એ નદી કિનારે છઠ પૂજા કરી પરિવારજનો માટે સૂર્યદેવ ના આશિષ મેળવ્યા. - At This Time

ગુજરાતમાં રહેતા પરપ્રાંતીય પરિવારો એ નદી કિનારે છઠ પૂજા કરી પરિવારજનો માટે સૂર્યદેવ ના આશિષ મેળવ્યા.


તારીખ ૧૯ નવેમ્બર ના રોજ ગુજરાતમાં વડોદરા શહેરમાં સ્થિત રઘુવંશી પરિવાર ની મહિલાઓ એ પરિવાર સાથે છઠ્ઠી માતા ની સહિત સૂર્યદેવ ની વિધિવત પૂજા અર્ચના કરી છઠ્ઠ માતા, સૂર્યદેવ સહિત સમગ્ર બ્રહ્માંડ ના દેવી દેવતાઓ ના આશિષ મેળવ્યા,

જાણવા મળતી માહિતી મુજબ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર, છઠ્ઠી મૈયા સૂર્ય નારાયણ ની બહેન અને ભગવાન બ્રહ્માજીની પુત્રી છે,

છઠ પૂજા ની શરૂઆત મહાભારત સમયથી થઈ હતી, આ છઠ પૂજાની શરૂઆત સૌપ્રથમ સૂર્યપુત્ર કર્ણ દ્વારા સૂર્યની પૂજા કરીને કરવામાં આવી હતી, કહેવાય છે કે કર્ણ સૂર્યદેવ નો મહાન ભક્ત હતો અને તે દરરોજ કલાકો સુધી પાણીમાં ઊભા રહીને તેમને અર્ઘ્ય અર્પણ કરતો હતો, સૂર્યદેવ ની કૃપાથી જ કર્ણ મહાન યોદ્ધા બન્યો હતો આજે પણ છઠ પૂજા દરમિયાન અર્ઘ્ય દાન કરવાની એ જ પરંપરા સમાજમાં જળવાયેલ છે,

માનવામાં આવે છે કે છઠ પૂજા ના દિવસે વ્રત કરનારી મહિલાઓના બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તેમના બાળકોને દિર્ઘઆયુષ્ય મળે છે માટે જ માતાઓ તેમના બાળકો માટે આ વ્રત કરે છે આ છઠ પૂજા ના દિવસે સૂર્યદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે,

છઠ્ઠી માતા એ દેવી માતાનો છઠ્ઠો ભાગ છે, છઠ્ઠ માતા ને પ્રકૃતિની દેવી અને સંતાનની દેવી તરીકે ઓળખવામાં આવે છે, વેદ પુરાણો મુજબ છઠ્ઠ માતાના પતિ ભગવાન કાર્તિકેય છે, ભગવાન કાર્તિકેય ભગવાન શિવ અને માતા પાર્વતીના પ્રથમ પુત્ર અને ગણેશ અને અશોક સુંદરીના મોટા ભાઈ છે,

બિહારનો મુખ્ય તહેવાર છઠ પૂજા છે, જે દિવાળીના છ દિવસ પછી ઉજવવામાં આવે છે,આ તહેવાર ભક્તિ, ઉપવાસ અને મીઠાઈઓ અને ફળોના વિતરણ દ્વારા ચિહ્નિત થયેલ છે અંતિમ દિવસે ગંગા નદીમાં પવિત્ર સ્નાન સાથે પૂજા સમાપ્ત થાય છે,

ભારતમાં અને ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં છઠ નો તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવવમાં આવે છે,આ પ્રસંગે સૂર્યદેવ અને છઠ્ઠ માતાની પૂજા કરવામાં આવે છે,

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.