ટી.એલ.એમ.કોમ્પિટિશનમાં નેશનલ લેવલે સિલેક્શન પામતી બોટાદની ઈશા નાંગર - At This Time

ટી.એલ.એમ.કોમ્પિટિશનમાં નેશનલ લેવલે સિલેક્શન પામતી બોટાદની ઈશા નાંગર


ટી.એલ.એમ.કોમ્પિટિશનમાં નેશનલ લેવલે સિલેક્શન પામતી બોટાદની ઈશા નાંગર

દેશની અગ્રણી શિક્ષણ સંસ્થા આઈ.આઈ.ટી.ઇ.ગાંધીનગર દ્વારા યોજાયેલ ટી.એલ.એમ.કોમ્પિટિશનમાં "ટીચિંગ એઇડ ફોર ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ" કેટેગરીમાં બોટાદની માલધારી સમાજની કુ.ઈશા રત્નાકર નાંગરે યુનિવર્સિટી લેવલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઉક્ત કેટેગરીમાં નેશનલ લેવલે પસંદગી પામી I.I.T.E.ના સેન્ટર ઓફ એજ્યુકેશન વિભાગનું,બોટાદ જિલ્લાનું અને માલધારી સમાજનું ગૌરવ વધારેલ છે.આ માટે ગુજરાત સરકારના "બાયસેગ" સ્ટુડિયો દ્વારા તેમની આ કૃતિનું રેકોર્ડિંગ પણ થયેલ છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે I.I.T.E.ની ઇન્ટર યુનિવર્સિટીઝ "જોશ ગેમ્સ-2023"માં પણ ઈશા નાંગરે બેડમિન્ટન ગર્લ્સ ડબલ્સ ટીમમાં સેકન્ડ રેન્ક મેળવી કુલપતિ હસ્તે ટ્રોફી અને સન્માન મેળવ્યું હતું

Report, Nikunj Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.