નેત્રંગ તાલુકામાં વિવિધ વિકાસકાર્યોનું ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું... - At This Time

નેત્રંગ તાલુકામાં વિવિધ વિકાસકાર્યોનું ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું…


ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ૧૫ માં નાણાંપંચ, મનરેગા કન્વર્ઝન અને ધારાસભ્યની ગ્રાન્ટ હેઠળ ૧૮ લાખના વિવિધ વિકાસશીલ પ્રકલ્પોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જેમાં તા.૧૨/૧૨/૨૦૨૪ ને ગુરૂવારના રોજ નેત્રંગ તાલુકાના મોવી ચોકડી ખાતે ધારાસભ્ય રિતેશ વસાવાની ગ્રાન્ટમાં થી
પાંચ લાખના ખર્ચે નવનિર્મિત સુવિધા સભર બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

તેમજ ૧૫માં નાણાપંચ અને મનરેગા કન્વર્ઝન અંતગર્ત થવા પ્રાથમિક શાળા ખાતે પાંચ લાખના ખર્ચે નવનિર્મિત ઓરડાનું અને કોડવાવ ખાતે આંઠ લાખના ખર્ચે નવનિર્મિત નંદ ઘર - આંગણવાડી કેન્દ્ર નું પણ ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેથી તાલુકા વાસીઓમાં આનંદ છવાયો.

સમગ્ર લોકાર્પણ કાર્યક્રમમાં નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, ઉપ પ્રમુખ નિતેશ પરમાર, તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ, નેત્રંગ તાલુકાના સરપંચો, નેત્રંગ તાલુકાના આગેવાનો અને તાલુકા પંચાયત કચેરી બાંધકામ શાખા અને મનરેગા શાખા ના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.