જામનગર જિલ્લાના ધ્રોલ લાલપુર અને જામજોધપુરમાં જુગાર અંગે ચાર સ્થળે દરોડા: 18 પત્તા પ્રેમીઓ પકડાયા - At This Time

જામનગર જિલ્લાના ધ્રોલ લાલપુર અને જામજોધપુરમાં જુગાર અંગે ચાર સ્થળે દરોડા: 18 પત્તા પ્રેમીઓ પકડાયા


જામનગર,તા.11 ઓગષ્ટ 2022,ગુરૂવારજામનગર જિલ્લાના ધ્રોળ- લાલપુર અને જામજોધપુરમાં પોલીસે ગઈ રાત્રે જુગાર અંગે ચાર સ્થળે દરોડા પાડ્યા છે, અને ૧૮ પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા એક લાખની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના અપીયા ગામમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી જેઠાભાઇ અરજણભાઈ ભારવાડીયા નામના ૭૫ વર્ષના બુઝુર્ગ સહિત છ પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૩૦,૨૦૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. જુગાર અંગે નો બીજો દરોડો ધ્રોળ તાલુકાના લતીપર ગામ પાસે પાડવામાં આવ્યો હતો. જ્યાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમી રહેલા ભાવેશ નારણભાઈ પટેલ સહિત પાંચ શખ્સોની અટકાયત કરી લઈ રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. લાલપુરના ધરાર નગર વિસ્તારમાંથી પણ હનીફ હુસેનભાઇ નોતીયાર સહિત ત્રણ પત્તાપ્રેમીઓને પોલીસે પકડી પાડ્યા છે, જ્યારે જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાંથી દામજીભાઈ બાબુભાઈ પટેલ સહિત ચાર પત્તા પ્રેમીઓને પોલીસે પકડી પાડ્યા છે, અને રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.