બાયડ પાલિકા, એસ. ટી. બસ ડેપો ખાતે સફાઈ અભિયાન - At This Time

બાયડ પાલિકા, એસ. ટી. બસ ડેપો ખાતે સફાઈ અભિયાન


સ્વચ્છતા હી સેવાSTU અંતર્ગત બાયડ પાલિકા દ્વારાપાલિકા કચેરી તેમજ બાયડ એસ.ટી. બસ ડેપોમાં સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. લોકોની જન ભાગીદારીથી સ્વચ્છતા માટે સફાઈ શ્રમદાન થકી ઉમદા સંદેશ ફેલાય તેવો
અનુરોધ કરાયો હતો. બાયડ નગરપાલિકા ખાતેથી સ્વચ્છતા હી સેવા ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી. પાલિકા પ્રમુખ ભાવનાબેન જોષી, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઇ જી. પટેલ, શહેર ભાજપ ઉપપ્રમુખ ભલુભાઇ પટેલ, શહેરના જાણીતા બિલ્ડર અતુલભાઇ જોષી, કોર્પોરેટર હર્ષદભાઇ પટેલ, ચીફ ઓફિસર હિરેન સોલંકી સહિત પાલિકાના અન્ય સભ્યો પણ જોડાયા હતા. એસ. ટી. બસ ડેપોમાં પણ સ્વચ્છતા ઝૂંબેશ ઉપરાંત એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.