ભાવનગર જિલ્લામાં લમ્પીના વધુ 141 કેસ, 9 પશુના મોત - At This Time

ભાવનગર જિલ્લામાં લમ્પીના વધુ 141 કેસ, 9 પશુના મોત


- લમ્પી વાયરસના કુલ ૧૮૦૩ કેસ, ૧૯૩ પશુના મોત : ૯ તાલુકાના રપ૩ ગામ અસરગ્રસ્ત : લમ્પીના કેસ વધતા પશુપાલકો ચિંતીત ભાવનગરલમ્પી વાયરસે ભાવનગર સહિત રાજ્યભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે પશુપાલકોની ચિંતા વધી છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં લમ્પી વાયરસના વધુ ૧૪૧ કેસ નોંધાયા હતા અને ૯ પશુઓના મૃત્યુ થયા હતાં. લમ્પી વાયરસને અટકાવવા માટે સરકારી તંત્ર દ્વારા ૧૦૦ ટકા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં લમ્પી વાયરસના વધુ ૧૪૧ કેસ નોંધાયા છે અને ૯ પશુના મોત નિપજયા હતાં. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાયરસના કુલ ૧૮૦૩ કેસ નોંધાયા છે અને કુલ ૧૯૩ પશુના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર, ઉમરાળા, પાલિતાણા, સિહોર, વલ્લભીપુર, ઘોઘા, તળાજા સહિતના ૯ તાલુકામાં લમ્પી વાયરસના કેસ નોંધાતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે. ૯ તાલુકામાં રપ૩ ગામ અસરગ્રસ્ત છે. ગાય-બળદ સિવાય અન્ય પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાયા નથી. ગાય-બળદને શરૂઆતમાં તાવ આવે છે અને ત્યારબાદ ફોડકા થાય છે જે લમ્પી વાયરસના લક્ષણો છે. અત્યાર સુધીમાં કુલ ર,૧ર,૩૮૭ ગાય-બળદનુ રસીકરણ કરવામાં આવ્યુ છે તેમ પશુપાલન વિભાગ દ્વારા જણાવવામાં આવેલ છે. લમ્પી વાયરસને અટકાવવા માટે પશુપાલન વિભાગ દ્વારા ઘણા દિવસથી રસીકરણ કરવામાં આવી રહ્યુ છે પરંતુ તેમ છતા લમ્પીના કેસ અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે તેથી પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તા. ૧૧ થી ૧પ ઓગષ્ટ દરમિયાન પશુપાલન શાખા દ્વારા કામધેનુ રક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે, જેમાં પશુપાલકોના ઘરે ઘરે જઈ ૧૦૦ ટકા લમ્પી સ્ક્રીન ડીસીઝ રસીકરણની કામગીરી પૂર્ણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં જિલ્લાના ૩પ પશુધન નિરીક્ષકો, સર્વોત્તમ ડેરીના ૧૦૦ વેક્સીનેટરો તેમજ અન્ય પશુપાલન, પ્રાણી કલ્યાણ સંસ્થાના સહયોગથી પૂર્ણ કરવામાં આવશે. પશુપાલકોને નોડલ અધિકારીનો સંપર્ક કરવા જણાવેલ છે. વિનામૂલ્યે પશુને રસી આપવામાં આવશે તેમ જિલ્લા પશુપાલન અધિકારીએ જણાવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.