વેગડા પરિવારના બે બહેનોએ એક સાથે Ph.D. ની પદવી હાંસલ કરી - At This Time

વેગડા પરિવારના બે બહેનોએ એક સાથે Ph.D. ની પદવી હાંસલ કરી


વેગડા પરિવારના બે બહેનોએ એક સાથે Ph.D. ની પદવી હાંસલ કરી

મોટાદડવા ગામે રહેતા રાજગોર બ્રાહ્મણ પરિવારના વેગડા લાલશંકરભાઈ શિવરામભાઈ વેગડાની બે લાડકવાયી દીકરીઓએ એકી સાથે ડૉકટરેટની ડિગ્રી હાંસલ કરી સમગ્ર મોટા દડવા ગામ અને રાજગોર બ્રાહ્મણ સમાજનું ગૌરવ વધારેલ છે...
જેમાં વેગડા નિશાબેન M.A.,M.Ed., Ph.D.સુધીની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે, ડૉ.નિશા વેગડાએ ગુજરાત યુનવર્સિટી શિક્ષણશાસ્ત્ર ભવન અમદાવાદ ખાતેથી પ્રોફેસર અધ્યક્ષ ડૉ.મિલન ટી.શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે તર્કશક્તિ ક્ષમતા કસોટીની રચના અને પ્રમાણીકરણ પર મહાશોધ નિબંધ રજૂ કરી ગુજરાત યુનિવર્સિટી માન્ય પીએચ.ડી.ડિગ્રી મેળવી છે જ્યારે આરતી વેગડાએ P.T.C.,M.A.,M.Ed.,L.L.B.,Ph.D.સુધીની ડિગ્રી મેળવેલ છે, ડૉ.આરતી વેગડાએ સૌરાષ્ટ્ર યુનવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન શિક્ષણશાસ્ત્ર ભવન રાજકોટ ખાતેથી પ્રો.અધ્યક્ષ ડૉ.આર.એસ. માંકડના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળા કક્ષાએ વાર્તાના ભિન્ન સ્વરૂપોની અસરકારકતાનો અભ્યાસ પર મહાશોધ નિબંધ રજૂ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માન્ય પીએચ.ડી.ડિગ્રી મેળવી અને સમગ્ર ગામ અને સમગ્ર સમાજનું નામ રોશન કરેલ છે ત્યારે લોકો ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
એટ ઘીસ ટાઇમ ન્યુઝ જસદણ 720388808


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.