ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ની રાજ્ય સરકાર ના મંત્રી શ્રી ઓ સમક્ષ સુજલામ- સુફલામ યોજના શરૂ કરવા માંગ - At This Time

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ની રાજ્ય સરકાર ના મંત્રી શ્રી ઓ સમક્ષ સુજલામ- સુફલામ યોજના શરૂ કરવા માંગ


ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ની રાજ્ય સરકાર ના મંત્રી શ્રી ઓ સમક્ષ સુજલામ- સુફલામ યોજના શરૂ કરવા માંગ

રાજકોટ વર્ષમાં વરસાદની તંગીના હિસાબે અનેક ડેમો ખાલી થઈ ગયેલ છે. તો સુજલામ- સુફલામ યોજના તાત્કાલિક ચાલુ કરવા ગુજરાત સરકાર ના મંત્રી ઓને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ની રજુઆત ૮૦-૨૦ ની યોજના ઝડપથી ચાલુ કરવા રૂબરૂ રજુઆત આ વર્ષે સમગ્ર ગુજરાતમાં વરસાદની તંગીના હિસાબે લગભગ ચેકડેમો અને નદીઓ સુકાય ગઈ છે. જેથી અનેક ખેડૂતોને ખેતીમાં વાવેતર ન થવાથી અનેક ખેતર ખાલી થઈ ગયા છે.જેથી વરસાદી પાણી રોકી અને સ્ટોરેજ કરીને જમીનમાં ઉતારવા માટે ખેત તલાવડી, નદીઓ અને ચેકડેમો તેમજ તળાવો ઊંડા કરીને તેની ફળદ્રુપ માટી અને ટાસ ઉપાડીને ખેડૂતોના ખેતરમાં નાખવાથી ખુબજ જમીન ફળદ્રુપ બને છે. જેનાથી ખેત ઉત્પાદન માં ખુબ જ ફાયદો થાય છે. તો સુજલામ-સુફલામ યોજના તેમજ ૮૦-૨૦ ની યોજના તાત્કાલિક ચાલુ કરવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયા તથા પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, વીરાભાઈ હુંબલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા સતિષભાઈ બેરા, પ્રકાશભાઈ કનેરિયા, જીગ્નેશભાઈ પટોળીયા વસંતભાઈ લીંબાસીયા,ભરતભાઈ ગાજીપરા, વલ્લભભાઈ કથીરિયા,બીપીનભાઈ હદવાણી, દિલીપભાઈ લાડાણી, જેરામભાઈ વાંસજાળિયા, ચંદુભાઈ વિરાણી, અરવિંદભાઈ પણ, ઉમેશભાઈ માલાણી, ગોપાલભાઈ બાલધા, શિવલાલભાઈ અદ્રોજા,રમેશભાઈ જેતાણી, મનીષભાઈ માયાણી, ભુપતભાઈ કાકડીયા,વિઠ્ઠલભાઈ બાલધા, અશોકભાઈ મોલીયા, લક્ષ્મણભાઈ શિંગાળા, ભરતભાઈ, મહેન્દ્રભાઈ કાલરીયા, રતિભાઈ ઠુંમર સહિત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના ટ્રસ્ટી સ્વંયમ સેવકો જળ સંશાધન નું સુંદર સંચાલન કરી રહ્યા છે ગુજરાત સરકાર આ યોજના ઝડપી શરૂ કરાવે તેવી રજુઆત કરાય હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.