લોકસભા ચૂંટણી-2024 ના પ્રચાર અંતર્ગત તમામ બુથ સુધી ફરી એક વાર-મોદી સરકાર સૂત્ર સાથે શુભારંભ કરાયો - At This Time

લોકસભા ચૂંટણી-2024 ના પ્રચાર અંતર્ગત તમામ બુથ સુધી ફરી એક વાર-મોદી સરકાર સૂત્ર સાથે શુભારંભ કરાયો


લોકસભા ચૂંટણી-24 ના પ્રચાર અંતર્ગત તમામ બુથ સુધી ફરી એક વાર-મોદી સરકાર સૂત્ર સાથે શુભારંભ કરાયો

ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ દ્વારા લોકસભા ચૂંટણી-2024 ના પ્રચાર અંતર્ગત તમામ બુથ સુધી ભીંત ચિત્રણ અભિયાન દ્વારા ફરી એક વાર-મોદી સરકાર સૂત્ર સાથે વોલ પેઇન્ટિંગ અભિયાનનોં બોટાદ જિલ્લા ખાતે શુભારંભ કરાવ્યો. ભારતીય જનતા પાર્ટીના વિજય સંકલ્પને સશક્ત બનાવી દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં પ્રજાવત્સલ નેતૃત્વમાં ભારતે વિશ્વમાં મજબૂત,સુરક્ષિત અને વિશ્વસનીય રાષ્ટ્રની ઓળખ મેળવી છે અને સમર્પિત સેવાને પગલે દેશનાં જન-જનનો વિકાસ કરી વિશ્વાસ મેળવ્યો છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.