પોલીસના ઓબ્ઝર્વર સાથે પોલીસ કમિશનરની બેઠક - At This Time

પોલીસના ઓબ્ઝર્વર સાથે પોલીસ કમિશનરની બેઠક


લોકસભાની ચૂંટણી સંદર્ભે ગત રોજ રાજકોટમાં પોલીસના ઓબ્ઝર્વર ચંદન કુમાર ઝા નું આગમન થયું હતું. ત્યારે આજે પોલીસ કમિશનર સાથે પોલીસના ઓબ્ઝર્વરે બેઠક કરી હતી. તેઓએ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓની સંખ્યા, ચૂંટણી તૈયારી અંગે સમીક્ષા કરી હતી.
ઉલ્લેખનીય છેકે, રાજકોટ લોકસભાની ચૂંટણી પ્રક્રિયા માટે જનરલ ઓબ્ઝર્વર માટે ભવાનીસિંહ દેઠા અને પોલીસના ઓબ્ઝર્વર તરીકે ચંદનકુમાર ઝાની નિયુકિત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી. આ બન્ને ઓબ્ઝર્વર ગઈકાલે સાંજે રાજકોટ આવી પહોંચ્યા હતા. જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોશી અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જિલ્લા પોલીસ વડા નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડે તેમને આવકાર્યા હતા.
ભવાનીસિંહ દેઠા એ રાજસ્થાનના પ્રિન્સીપલ સેક્રેટરી છે. જયારે પોલીસના ઓબ્ઝર્વર તરીકે નિમાયેલા ચંદનકુમાર ઝા એ ઝારખંડના આઈપીએસ અધિકારી છે. આ બન્ને ઉચ્ચ અધિકારીઓ હવે રાજકોટ બેઠકની ચૂંટણી પ્રક્રિયા પર બન્ને ઉચ્ચ અધિકારીઓ નજર રાખશે.
ચંદન કુમાર ઝાએ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, રાજકોટ જિલ્લા પોલીસ વડા, નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ સહિતના પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આચારસંહિતાને લઈ રાજકોટ શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસે કેટલી કામગીરી કરી છે.
ચૂંટણીને લઈ કેટલી તૈયારી છે. બંદોબસ્તનો શું પ્લાન રહેશે. વગેરે બાબતે બેઠકમાં ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. આગામી સમયમાં ઓબ્ઝર્વર ચંદનકુમાર ઝા રાજકોટ બેઠકના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ શકે છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.