કાસ્પ સંસ્થા દ્વારા લાકડિયા પ્રાથમિક કન્યા શાળા માં પંખા અને ટ્યુબ લાઈટ સપ્રેમ ભેટ આપવા માં આવી - At This Time

કાસ્પ સંસ્થા દ્વારા લાકડિયા પ્રાથમિક કન્યા શાળા માં પંખા અને ટ્યુબ લાઈટ સપ્રેમ ભેટ આપવા માં આવી


લાકડિયા પ્રાથમિક કન્યા શાળા માં આજ રોજ કાસ્પ સંસ્થા દ્વારા સ્વ નરેશભાઇ પરમાર સાહેબ ની પુણ્ય સ્મૃતિ માં પંખા અને ટ્યુબ લાઈટ સપ્રેમ ભેટ આપવા માં આવી

કાસ્પ સંસ્થા દ્વારા એવું જાણવા મળ્યું હતું કે જયારે પણ કોઈ ગરીબ બાળકો માટે શિક્ષણ લઇને કોઈ જરૂરિયાત હોય તો હમેશાં નરેશભાઇ પરમાર સાહેબ મદદ માટે તત્પર રહેતાં હતાં

કાસ્પ ગુજરાત ના ચેર પર્સન શ્રી ભરત સિંહ જાડેજા ના એક ટેલિફોનિક સંદેશા માં તેમણે જણાવ્યું હતું કે સ્વ નરેશભાઈ પરમાર શિક્ષણ પ્રેમી વ્યક્તિ હતા જે શિક્ષણ અને સમાજ પ્રત્યે કર્મશીલ એવા સ્વ નરેશભાઈ પરમાર દ્વારા કાસ્પ સંસ્થા માં પોતાનું યોગદાન આપ્યું હતું
જેમણે ખોડાસર ગામ માં પોતાની શિક્ષણ યાત્રા શરૂઆત કરનાર ખોડાસર માં શિક્ષણ ની જયોત સતત જગાવી ત્યાર બાદ નિવૃત્તિ ના છેલ્લા સમયગાળા માં લાકડિયા ના લખમસરી વિસ્તાર ની પ્રાથમિક શાળા માં સેવા આપી
ત્યાર બાદ નિવૃત્તિ પછી લખમસરી વિસ્તાર શિક્ષણ થી વંચિત જુથ ને કાસ્પ સંસ્થા ના માધ્યમથી સ્વ નરેશભાઈ પરમાર શિક્ષણ જ્યોત પ્રજ્વલિત રાખી હતી
પોતાના જિંદગી ના છેલ્લા સમયગાળા માં નાતંદુરસ્ત તબિયત હોવા છતાં પોતાના વતન ઘિણોજ માં શિક્ષણ પ્રત્યે અંતિમ શ્વાસ સુધી જોડાયેલા રહેલ

લાકડિયા પ્રાથમિક કન્યા શાળા માં કાસ્પ સંસ્થા દ્વારા પંખા અને ટ્યુબ લાઈટ ભેટ આપી સ્વ નરેશભાઇ પરમાર સાહેબ ની પુણ્ય સ્મૃતિ અર્પી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.