પોલીસને જોઇ કારનો ચાલક દારૂ ભરેલી કાર મૂકી ફરાર - At This Time

પોલીસને જોઇ કારનો ચાલક દારૂ ભરેલી કાર મૂકી ફરાર


ગોંડલ રોડ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી 1.14 લાખનો દારૂ પકડ્યો, ફરાર ચાલકને પકડવા તજવીજ

શહેરમાં દારૂનો વેપલો દિવસે દિવસે વધી રહ્યો છે. દારૂ વેચનારાઓ બેફામ બન્યા છે. ત્યારે શહેરના ગોંડલ રોડ તેમજ નિર્મલા સ્કૂલ સામેના વિસ્તારમાંથી પોલીસે રૂ.1.44 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સને પકડી પાડ્યા છે. જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો છે. ગોંડલ રોડ, ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં બુધવારે સવારે દારૂ સાથેની વડોદરા પાસિંગવાળી કાર નીકળવાની હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી. જેના આધારે વહેલી સવારે પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારે પોલીસ વોચમાં હોવાની ખબર પડતાં વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડની કુલ 288 બોટલ સાથેની કાર મૂકી ચાલક ભાગી ગયો હતો. જ્યારે પોલીસે કારમાંથી રૂ.1.44 લાખનો દારૂ કબજે કરી ફરાર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.