ફરી એકવાર રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે અનુસૂચિત જાતિ ના કામદારે જીવ ગુમાવ્યો.. - At This Time

ફરી એકવાર રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે અનુસૂચિત જાતિ ના કામદારે જીવ ગુમાવ્યો..


આજ તા.31/3/2023 ના રોજ રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા મુકેશભાઈ પ્રતાપભાઈ રાઠોડનું દુરદર્શન કેન્દ્ર પાસે ડ્રેનેજના પંપિંગ સેન્ટરની અંદર પડી જવાથી મૃત્યુ થયેલ છે.

આમાં તે કામના સ્થળ પર સુરક્ષાના સાધનોના અભાવને હોવાના કારણે મૃત્યુ થયેલ છે. અને ડ્રેનેજ નું પાણી ગંદુ ને ખરાબ હોવાથી ગેસ ઉત્પન્ન થતો હોય, જેથી પડી જવાથી ગુંમણામણ પણ થયેલ હોય, સાથો સાથ બચવાના કોઈ સાધનો ન હોવાથી પ્રાથમિક તપાસે તેનું મોત થયું હોય તેવું લાગે છે. જેથી આમાં જવાબદાર અધિકારીઓ સામે બેદરકારી નો ગુન્હો નોંધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે સાથો સાથ રાજકોટ મહાનગરપાલિકામાં આવા બનાવો વારંવાર બને છે.

થોડા દિવસો પહેલા રાજકોટ શહેર બનેલા બનાવમાં મૃતક પરિવારજનોને મળેલ ન્યાય મુજબ ન્યાય મળે તેવી અમારી નીચે મુજબ માંગણીઓ સમસ્ત અનુસૂચિત જાતિ રાજકોટ સમાજની છે.

૧) પરિવારને આવાસ મળે.

૨) મૃતક પરિવારને કાયમી નોકરી મળે.

૩) પરિવારને આર્થિક 25 લાખની સહાય આપવામાં આવે.

૪) જવાબદારો સામે કાયદેસરના પગલાં ભરી ગુનો નોંધી ફરિયાદ દાખલ કરવામાં આવે અને બેદરકારી તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવે.

૫) ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કડક કાયદો બનાવવામાં આવે.

૬) ફોરેન્સિક પેનેલ મારફતે પોસ્ટમોર્ટમ કરવામાં આવે.

ઉપરોક્ત તમામ માંગણીઓ ધ્યાને લઈ તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો ત્યાં સુધી મૃત્યુ પામનાર મુકેશ રાઠોડનું સબ સ્વીકારવામાં નહિ આવે. અને જરૂર પડે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

સમસ્ત અનુસૂચિત જાતિ રાજકોટ સમાજ વતી.

ડી.ડી.સોલંકી સાહેબ
માધુભાઈ ગોહિલ
રમેશભાઈ મૂછડીયા
એડ.સતિષભાઈ સાગઠીયા
પરેશભાઈ સાગઠીયા
જયસુખભાઈ સોલંકી
મુકેશભાઈ ડાંગર
કેશુભાઈ સોલંકી

9662147186


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.