બોટાદ તાલુકા પેંશનર્સ મંડળની વાર્ષિક સામાન્ય સભા અને સન્માન સમારંભની ભવ્ય ઉજવણી - At This Time

બોટાદ તાલુકા પેંશનર્સ મંડળની વાર્ષિક સામાન્ય સભા અને સન્માન સમારંભની ભવ્ય ઉજવણી


બોટાદ તાલુકા પેંશનર્સ મંડળની વાર્ષિક સામાન્ય સભા અને સન્માન સમારંભની ભવ્ય ઉજવણી

તા.૨૯/૧૦/૨૦૨૩ રવિવારના રોજ સ્વામીનારાયણ ગુરૂકુલ, ગઢડારોડ ખાતે બોટાદ તાલુકા પેન્શનર્સ મંડળની વાર્ષિક સામાન્યસભા તથા સન્માનસમારંભ પૂ.માધવ સ્વામીની નિશ્રામાં શાનદાર રીતે ઉજવાય ગયો.આ કાર્યક્રમમાં પૂ. માધવ સ્વામી,ગુજરાત સ્ટેટ પેંશનર્સ ફેડરેશનના પ્રમુખ નિર્મલસિંહ રાણા,ગુજરાત સ્ટેટ પેંશનર્સ ફેડરેશનના વિવિધ જિલ્લાના ટ્રસ્ટીઓ,બેંક ઓફ મહારાષ્ટ્ર અમદાવાદ ઝોનના ચીફ મેનેજર ભાસ્કરભાઈ થાનકી,બેન્ક ઓફ મહારાષ્ટ્ર બોટાદ શાખાના મેનેજર સંતોષ શર્મા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજર સ્વપ્નીલ સહાય આઈ.સી.આઈ.સી.આઈ.બેન્ક બોટાદ શાખાના મેનેજર દલપતસિંહ રાજપૂત
બોટાદ ટ્રેઝરી ઓફિસના પટેલ સાહેબ તેમજ બરવાળા, રાણપુર,ગઢડા તાલુકાના પેન્શનર્સ મંડળના પ્રમુખ મંત્રીઓ વગેરે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહીવિવિધ વક્તા દ્વારા પેંશનર્સે રાખવાની સાવધાની,પેન્શન સંબંધી લાભદાયક નવા નિયમો તેમજ સુખાકારી જીવનની શુભકામનાઓ પાઠવવામા આવી હતીઆ ઉપરાંત ભોજન સમારંભના દાતા શાંતુભાઈ ખાચર,અન્ય દાતાઓ, ૬૫ વર્ષના પેંશનર્સ ભાઈ'-બહેનોનું સન્માન,૮૦ વર્ષના પેંશનર્સ ભાઈ-બહનોને વોકીંગ સ્ટીક આપવામાં આવી હતી.આ સમારંભમાં સન્માન માટેની શાલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને વોકીંગ સ્ટીક બેન્ક ઓફ મહારાષ્ટ્રના સૌજન્યથી આપવામા આવેલ આ કાર્યક્રમમાં ૪૦૦ ઉપરાંત જેટલી વિશાળ સંખ્યામાં પેંશનર્સ ભાઈ બહેનોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.આભારવિધિ મૂળજીભાઈ અલગોતરે કરીહતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં મંડળના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાય,મંત્રી એચ.એન.કુરેશીભાઈ,અને વસંતભાઈ પિપાવત અને તમામ કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

બોટાદ બ્યુરો :ચિંતન વાગડીયા
મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.