બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ બોટાદ પોલીસ ઉપર કરી લાલ આંખ - At This Time

બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ બોટાદ પોલીસ ઉપર કરી લાલ આંખ


બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ બોટાદ પોલીસ ઉપર કરી લાલ આંખ

બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની રજૂઆતના અનુસંધાને બોટાદના બે પી.આઈ. ની કરવામાં આવી બદલી

બોટાદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપર પણ લટકતી તલવાર

બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદ જિલ્લામાં કાયદો/વ્યવસ્થાને લઈને મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવેલ કે બોટાદ જીલ્લામાં હત્યાઓ ચોરી લુંટફાટ,ખંડણી,અપહરણ,જુગાર તેમજ દારૂના અડ્ડાઓમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે તેમજ બોટાદમાં ઓનલાઇન જુગાર બેરોકટોક ચાલી રહ્યો હતો અને બોટાદમાં દારૂ તેમજ જુગારના મસ મોટા હપ્તાઓ ઉઘરાવામાં આવે છે સાથોસાથ બોટાદમાં આમ જનતાને ખુબજ પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે, જેથી આવા પોલીસ અધિકારીઓની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવી તેમજ સાથોસાથ બોટાદ જીલ્લામાં ઓનલાઈન જુગાર તેમજ વરલી મટકાના જુગારના હપ્તા વસુલી કરે છે, તેમજ બોટાદ જીલ્લમાં દેશી તેમજ ઈંગ્લીશ દારૂના અડ્ડાઓ ચલાવવા માટે ખુબ મોટા હપ્તાઓ લેવામાં આવે છે. તેમજ રેતમાફીયાઓ પાસેથી ખુબ મોટા હપ્તાઓ વસુલવામાં આવે છે. તેમજ મોટા આરોપીઓ પાસેથી મસમોટી રકમ વસુલી આરોપીઓને ખુલ્લેઆમ છોડવામાં આવે છે.આ રજૂઆતને અનુસંધાને આજ રોજ બોટાદ જિલ્લાના બે પીઆઇ ની બદલી કરવામાં આવી છે જેમાં એલસીબીના પીઆઈ ટી એસ રિઝવીની જીપી અકાદમી કરાઈ ખાતે બદલી થઇ છે તેમજ પીઆઇ વી બી દેસાઈની ખેડા ખાતે બદલી કરવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓ ઉપર પણ બદલીની તલવાર લટકી રહી છે,આમ બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની રજૂઆતને અનુંસંધાને બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુધારવા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.