ભારતને દ.આફ્રિકા સામે 1996 અને 2015માં રાજકોટમાં રમાયેલી વન-ડે મેચમાં હાર મળી હતી, પણ ટી-20માં પછાડ્યું - At This Time

ભારતને દ.આફ્રિકા સામે 1996 અને 2015માં રાજકોટમાં રમાયેલી વન-ડે મેચમાં હાર મળી હતી, પણ ટી-20માં પછાડ્યું


SCA સ્ટેડિયમમાં 4 ટી-20 મેચ રમાઇ, બેમાં હાર તો બેમાં જીત મળી.

રાજકોટમાં ગઈકાલે રમાયેલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલ ટી-20 મેચમાં 82 રને ભારતે જીત મેળવી છે. પરંતુ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાજકોટમાં સૌથી પહેલી વન-ડે મેચ 29 ઓક્ટોબર 1996ના રોજ રેસકોર્સના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયો હતો. જેમાં ભારતને હાર મળી હતી. બીજો વન-ડે મેચ 18 ઓક્ટોબર 2015ના રોજ રમાયો હતો જેમાં પણ ભારતનો દક્ષિણ આફ્રિકા સામે પરાજય થયો હતો. બે-બે વખત હારનો બદલો ભારતે ગઇકાલે ટી-20 મેચમાં લઇ ભવ્ય જીત હાંસલ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.