પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં પ્રિન્ટિંગ પ્રેસના મુદ્રકો સાથે બેઠક યોજાઈ - At This Time

પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં પ્રિન્ટિંગ પ્રેસના મુદ્રકો સાથે બેઠક યોજાઈ


ગોધરા

ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. ભારતના ચૂંટણી આયોગની જોગવાઈ મુજબ ચૂંટણી વખતે આપના મુદ્રણાલયમાં છાપેલા ચૂંટણી અંગેના કોઈપણ ચોપાનિયા કે, ભીંતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંકિતમાં મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા સ્પષ્ટપણે દર્શાવવા ફરજીયાત છે.જે અંગે આજ રોજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી પંચમહાલ સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન કલેકટર કચેરી હોલ ગોધરા ખાતે પ્રિન્ટિંગ પ્રેસના મુદ્રકો સાથે બેઠક યોજાઇ હતી.

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે
મુદ્રિત સામગ્રીની ચાર નકલો એટલે કે આપના દ્વારા મુદ્રિત કરવામાં આવેલ હોય તેવી દરેક મુદ્રિત સામગ્રીની ચાર નકલો સાથે તથા જરૂરિયાત મુજબ પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર સાથે છાપકામ કર્યાના ૩ (ત્રણ) દિવસની અંદર કલેક્ટર કચેરીને એકરારપત્ર નમુનો “ક” અને “ખ” સામેલ કરી મોકલી આપવાની રહેશે.જ્યારે ૨૪ કલાકની અંદર ઈમેઇલ દ્વારા મોકલી આપવાની રહેશે.

ભારતના ચૂંટણી આયોગની જોગવાઈઓના કોઈપણ ઉલ્લંધનને ખુબ ગંભીરતાથી જોવામાં આવશે તેમજ યોગ્ય કેસોમાં રાજ્યના પ્રસ્તુત કાયદા અન્વયે મુદ્રણાલયનું લાયસન્સ પણ રદ કરવા જેવા કડક પગલા લેવામાં આવશે જેની નોંધ લેવાં પણ જણાવ્યું હતું.

લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ ની કલમ (ક) ની જોગવાઈઓ મુજબ મુદ્રકોએ ચૂંટણી લડતા ઉમેદવારો દ્વારા ચૂંટણી લગતું પ્રચારનું સાહિત્ય જેવું કે પત્રિકાઓ, પોસ્ટરો વગેરે પ્રિન્ટિંગ પ્રેસ ખાતે છાપવામાં આવે ત્યારે આપે પ્રકાશકના નામ અને સરનામા ન હોય તેવી પત્રિકા કે પોસ્ટર છાપી કે પ્રસિધ્ધ કરી શકાશે નહી.

કોઈપણ ઉમેદવાર કે એજન્ટ તેઓની ઓળખ વિશેના પોતે સહી કરેલા અને પોતાને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યક્તિઓને શાખ કરેલી એકરારની બે પ્રાંતો તેને જોડાણ (ક) માં આપને આપી ન હોય ત્યાં સુધી પત્રિકાઓ કે પોસ્ટર છાપી શકાશે નહિ. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી નેહા ગુપ્તા સહિત પ્રિન્ટિંગ પ્રેસના મુદ્રકો હાજર રહ્યા હતા.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.