તા:/૧૬/૦૧/૨૦૨૩ અમદાવાદ ચાંદખેડા ની જાણીતી sms હોસ્પિટલ ના ૭ માં માળે થી એ જ હોસ્પિટલમાં નર્સ ફરજ બજાવતી એક ૨૪ વર્ષ યુવતી ની લાશ મળી ને હોસ્પિટલ ને એની જાણ જ નથી - At This Time

તા:/૧૬/૦૧/૨૦૨૩ અમદાવાદ ચાંદખેડા ની જાણીતી sms હોસ્પિટલ ના ૭ માં માળે થી એ જ હોસ્પિટલમાં નર્સ ફરજ બજાવતી એક ૨૪ વર્ષ યુવતી ની લાશ મળી ને હોસ્પિટલ ને એની જાણ જ નથી


અમદાવાદ ના ચાંદખેડા ની જાણીતી એવી SMS હોસ્પિટલ ના સાતમા માળે થી એક ૨૪ વર્ષય યુવતી ની લાશ મળી આવી છે sms હોસ્પિટલ દ્વારા એવું જણાવેલ છે કે યુવતી તા:-૧૨ જાન્યુવારી ના રોજ અહી થી નીકળી ગયેલ પણ એજ યુવતી ની લાશ સાતમા માળે થી એક બંધ રૂમ માંથી મળી

જીમીબેન અરવિંદભાઈ પરમાર ૨૪ વર્ષ નર્સ તરીકે ફરજ બજાવે છે sms હોસ્પિટલ ચાંદખેડા તારીખ ૧૨ જાન્યુઆરી રોજ sms હોસ્પિટલ થી ગુમ થયેલ છે હોસ્પિટલ તંત્રને પૂછપરછ કરતા હોસ્પિટલ થી ૧૨ તારીખે નીકળી ગયેલ છે તેવું જણાવેલ પરંતુ ગઈ કાલે એટલે તા:-૧૫/૦૧/૨૦૨૩ ના રોજ હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરી સાતમા માળે જે ગળેફાંસો કાઢેલી હાલત માં લાશ મળી આવી હતી આ બાબતે પરિવાર જનો દ્વારા હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવે છે અને પરિવાર દ્વારા તપાસ થવા બાબત પરિવાર દ્વારા પોલીસ ને રજુઆત કરેલ ને ન્યાયની માંગણી કરે છે તેમજ હોસ્પિટલ વહીવટી તંત્ર સામે કાયદાકીય તપાસની માગણી કરેલ છે.

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.