જિ.પં.સિંચાઈ ચેરમેન અને સભ્યના સંબંધીઓને અપાયા સવા કરોડના કામ - At This Time

જિ.પં.સિંચાઈ ચેરમેન અને સભ્યના સંબંધીઓને અપાયા સવા કરોડના કામ


*ગુજરાત પંચાયત ધારાના ભંગ મુજબ સંડોવાયેલા સભ્યો થઈ શકે ઘરભેગા લોકફાળાની રકમ કોણે ભરી? તપાસનો વિષય*

*જિ.પં.સિંચાઈ ચેરમેન અને સભ્યના સંબંધીઓને અપાયા સવા કરોડના કામ*

ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ યોજના હેઠળ ગેરેરીતિના ખાડા ખોદવાનું કામ થયું છે પંચાયત ધારાની વિરુદ્ધમાં જઈ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેનના પતિ અને અન્ય સભ્યએ સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત ચેકડેમ રીપેરીંગ,તળાવ ઊંડું ઉતારવા અને નદીની સફાઈના સવા કરોડના કામ કર્યા છે
ગેરરીતિની થયેલી ફરિયાદના આધારે વિકાસ કમિશનરે તપાસ અહેવાલ પણ મંગાવ્યો છે પરંતુ ભાજપના ચેરમેન અને સભ્ય સામે પગલાં લેવામાં જાણે જિલ્લા પંચાયતના તંત્રના હાથ ધ્રુજતા હોય તેમ ચાર મહિના પૂરા થયા છતાં તપાસ પૂરી થઈ નથી સરકાર દ્વારા સુજલામ સુફલામ
યોજના હેઠળ તળાવ ઊંડા ઉતારવા,નદીમાંથી કાપ કાઢવા સહિતના કામો ચોમાસા પહેલા કરાય છે ચાલુ વર્ષે ભાવનગર જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન મધુબેન રસિકભાઈ ભીંગરાડિયાએ ઉમરાળા તાલુકા કપાસ ઉત્પાદક સહકારી મંડળીના નામે વર્ક ઓર્ડરો કઢાવી સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત ઉમરાળા તાલુકામાં રૂ. 81 લાખના 15 જેટલા કામો કરાવ્યા છે જે સહકારી મંડળીને તમામ કામો આપ્યા છે તે મંડળીના પ્રમુખ સિંચાઈ સમિતિના ચેરમેન મધુબેનના પતિ રસિકભાઈ આંબાભાઇ ભીંગરાડિયા છે જે સ્પષ્ટ રીતે પંચાયત ધારાનો ભંગ છે તેવી જ રીતે જિલ્લા પંચાયતની ચોગઠ સીટના સભ્ય મુકેશભાઈ દેવશીભાઇ રાઠોડના પુત્ર સંદીપભાઈ મુકેશભાઈ રાઠોડને પણ સુજલામ સુફલામ અંતર્ગત રૂ.45 લાખના 17 કામો અપાયા છે ગુજરાત પંચાયત ધારાની 1993ની કલમ મુજબ કોઈપણ સભ્ય પોતાના લોહીના સંબંધ ધરાવતા વ્યક્તિને કામ આપી શકે નહી જેથી સિંચાઈના ચેરમેન અને સભ્ય ગેરલાયક ઠરી શકે છે જે સંદર્ભે વિકાસ કમિશનરને પણ ફરિયાદ ગઈ છે અને ગત 30મી એપ્રિલ 2023ના રોજ વિકાસ કમિશનર દ્વારા ભાવનગરજિલ્લા વિકાસ અધિકારી પાસે તપાસ અહેવાલ પણ મંગાવ્યો છે વિકાસ કમિશનરની સુચનાને ચાર મહિના થયા પરંતુ હજુ સુધી નીમવામાં આવેલી તપાસ કિંમટી ફીફા ખાંડી રહી છે લોકફાળાની રકમ 40% કોણે ભરપાઈ કરી તે પણ તપાસનો વિષય છે તટસ્થ તપાસ કરાય તો ઘણા સભ્યો ઘર ભેગા થાય કૌભાંડ સંદર્ભે વિકાસ કમિશનરને મહેન્દ્ર નાવડીયાએ ફરિયાદ કરી સભ્યોને ગેરલાયક ઠરાવવા માંગ કરી છે

બોક્સ 1:-*એક જ તારીખમાં કામના અપાયા અનેક વર્ક ઓર્ડર*
જિલ્લા પંચાયતના સભ્યોના સબંધીઓને સુજલામ સુફલામના કામોના વર્ક ઓર્ડર પણ એક સરખી તારીખોમાં જ આપવામાં આવ્યા છે ઉમરાળા તાલુકા કપાસ ઉત્પાદક સહકારી મંડળીને 22,26 અને 27મી એપ્રિલ 2022ના રોજ 15 કામ અપાયા છે જ્યારે સંદીપ મુકેશભાઈ રાઠોડને તો કુલ 17 પૈકી સોળ કામનો વર્ક ઓર્ડર 3જી મે 2022ના રોજ અપાયો છે તે પણ તંત્રની સંડોવણી પુરવાર કરે છે

બોક્સ 2 :-*ગ્રામ પંચાયતો પાસેથી ભલામણના સીધા લેટર પેડ લઈ લેવાયા*
ગ્રામ પંચાયતોને પાંચ લાખ સુધીના કામો ફાળવવાના હોય છે અને જો ગ્રામ પંચાયત કામ રાખવા માંગતા ન હોય તો ઠરાવ આપી કામ સ્વીકારવાની મનાઈ
કરે પરંતુ ગ્રામ પંચાયત કોને કામ આપવું તે સૂચવી શકે નહી જ્યારે સુજલામ સુફલામના કામોમાં ગ્રામ પંચાયતના લેટરપેડ પર ચોક્કસ પાર્ટીનો ઉલ્લેખ કરી તેને કામ આપવામાં આવે તો પંચાયતને વાંધો નહિ હોવાનું આશ્ચર્યજનક લખાણ લેટરપેડ પર આપવામાં આવ્યું હતું

બોક્સ 3 :-સુજલામ સુફલામમાં તપાસ શરૂ,વિકાસ કમિ.ને રિપોર્ટ કરાશે ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામના કામોમાં સભ્યોના હોદ્દાના દુરુપયોગના આક્ષેપો સાથેની ફરિયાદ અને સભ્યોને ગેરલાયક ઠરાવવાની ફરિયાદમાં કરાયેલી માંગ બાબતે તપાસ ચાલી રહી છે તપાસ પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ વિકાસ કમિશનરને સુપ્રત કરવામાં આવશે આદેશ બાદ કાર્યવાહી થશે
*ડો.પ્રશાંત જિલોવા,જિલ્લા વિકાસ અધિકારી,ભાવનગર*


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.