દાંતા 2 પગાર કેન્દ્ર શાળા ખાતે 75 માં પ્રજાસત્તાકદિન નિમિત્તે શાળામાં ભણતી દિવ્યાંગ દીકરી મજીદાબાનું દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો - At This Time

દાંતા 2 પગાર કેન્દ્ર શાળા ખાતે 75 માં પ્રજાસત્તાકદિન નિમિત્તે શાળામાં ભણતી દિવ્યાંગ દીકરી મજીદાબાનું દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો


શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ શ્રી પ્રવિણભાઈ પરમાર અને એમની ટીમ દ્વારા દીપ પ્રાગટ્ય કરી સાંસ્કૃતિક કાર્યક્રમને ખૂલ્લો મૂક્યો હતો.શાળાના આચાર્યશ્રીએ સૌનું શાબ્દિક સ્વાગત પ્રવચન કરી સૌને શુભકામનાઓ પાઠવી હતી.ગુરૂજીઓની પ્રેરણા અને માર્ગદર્શન થકી શાળાનાં 305 ભૂલકાંઓ દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક 21 જેટલાં કાર્યક્રમોની અસરકારક રજૂઆત કરી પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી.SMC અધ્યક્ષશ્રી દ્વારા ધોરણ 3 થી 5 માં 1થી 3 નંબર પ્રાપ્ત કરનાર બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. SMC ગ્રામપંચાયત સદસ્ય અને MDM સંચાલક દ્વારા તમામને પ્રસાદી આપવામાં આવી હતી.જેમાં ઉપસ્થિત SMC ના સભ્યશ્રીઓ સાથે આશરે 400 થી 500 ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ નિર્માણ થયો હતો.શાળાના પ્રાંગણમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શ્રીમતી દક્ષાબેન અને શ્રી આશિષભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.શ્રી કિરીટભાઈ પટેલે સૌનો સાભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

અહેવાલ નીલેશ શ્રીમાળી દાંતા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.