ચોરવાડમાં ઝુંડ ભવાની માતાજીના મેળામાં જતા ટ્રકે બાઈકને હડફેટે લેતા પત્નીની નજર સામે પતિનું મોત - At This Time

ચોરવાડમાં ઝુંડ ભવાની માતાજીના મેળામાં જતા ટ્રકે બાઈકને હડફેટે લેતા પત્નીની નજર સામે પતિનું મોત


ચોરવાડ તાબેના ગડુ નજીક ટ્રક ચાલાકે હડફેટે લેતા બાઈક સવાર પતિનું પત્નીની નજર સામે મોત થયું હતું આ અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી આ અંગેની વધુ વિગત મુજબ વેરાવળ ના ખારવા વાળ વિસ્તારમાં રહેતા જીતુભાઈ નાથાભાઈ વણિક અને તેના પત્ની ભારતીબેન બાઈક પર ચોરવાડ નજીક ઝુંડ ભવાની મેળામાં થતા હતા ત્યારે ગડુ નજીક વિસણવેલ પાટિયા પાસે પહોંચ્યા ત્યારે ટ્રક ચાલાકે બાઇકને અડફેટે લેતા જીતુભાઈનું તેની પત્નીની નજર સામે મોત થયું હતું જ્યારે ભારતીબેનને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી આ અંગે ફરિયાદ થતા ચોરવાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આમ વેરાવળના દંપતીનું અકસ્માતમાં પત્નીની નજર સામે પતિનું મોત થતા પોલીસે સમગ્ર બનાવને લઈ ગુનો દાખલ કરી અને કરાર થઈ ગયેલ ટ્રકના ચાલકની શોધખોળ હાથ કરી છે ઇજાગ્રસ્ત પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.