જુનાં સુરજ દેવળ મંદિર પાસે ખનિજ વિભાગના અધિકારીઓ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું - At This Time

જુનાં સુરજ દેવળ મંદિર પાસે ખનિજ વિભાગના અધિકારીઓ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું


*થાનગઢ પાસે જુના સુરજ દેવળ મંદિર પાસે ખનિજ વિભાગના અધિકારીઓ દ્વારા ચેકીંગ*

*જુનાં સુરજ દેવળ મંદિર આસપાસ વર્ષોથી ચાલે છે ખનીજ માફીયાઓ દ્વારા ખનન વહન*

થાનગઢ પાસે નાં સોનગઢ આવેલ ઐતિહાસિક ધરોહર જુના સુરજ દેવળ મંદિર કે જે પુરાતત્વ વિભાગ રાજકોટ હેઠળ આરક્ષિત સ્મારક ધરાવે છે તેની આસપાસ વર્ષોથી ખનીજ ચોરી થઇ રહી છે તેને બંધ કરાવવા અનેક રજૂઆતો કરવામાં આવી તેમછતાં બંધ કરવામાં આવતી નથી અને મંદિર ને બ્લાસ્ટ થી મોટું નુક્સાન થયું છે ત્યારે આ બાબતે પુરાતત્વ વિભાગ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી જેમાં આજે ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગર જીલ્લા અને મામલતદાર થાનગઢ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ખોદકામ નો માપ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પુરાતત્વ વિભાગ ની ગાઈડ લાઈન મુજબ આરક્ષિત સ્મારક થી ૫૦૦ મીટર સુધી કોઈ ખોદકામ થ‌ઈ શકે નહીં પરંતુ તેમ છતાં ખાણો ધમધમે છે જેમાં મુખ્યત્વે ખનિજ કાર્બોસેલ ફાયરકલે સિલીકાસ્ટોન મળી આવે છે ત્યારે થાનગઢ મામલતદાર શર્મા નો ટેલીફોનીક સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યું હતુ કે મશીનરી જપ્ત કરી છે અને ખોદકામ કરતાં ચાર શખ્સો ની માહિતી અમોને મળી છે તેઓ ની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે

*અધિકારીઓ ની કામગીરી શંકાસ્પદ*

આ બાબતે સ્થાનિક આગેવાનો નો સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યું હતુ કે કોઈ મશીનરી જપ્ત કરવામાં આવી નથી અને મુખ્ય ખોદકામ કરતાં શખ્સો ને છાવરવામાં આવી રહ્યા છે અને તેની જગ્યાએ અન્ય શખ્સો ને ફીટ કરવાની કામગીરી ચાલતી હોય તેમ શંકા અમોને છે જે માપણી ખોદકામ ની કરવામાં આવી છે તે ફક્ત ૨૦% જ કરી છે એ મુજબ જ દંડ આપવામાં આવશે ખોદકામ કરતાં શખ્સો રાજકીય આગેવાનો અને રાજકીય હોદાઓ ધરાવે છે માટે અધિકારીઓ ઉપર દબાણ ગાંધીનગર થી ફોન ચાલુ થયેલાં છે પુરાતત્વ વિભાગ મુજબ ઐતિહાસિક સ્થળો થી ૫૦૦ મીટર સુધી કોઈ ખોદકામ થ‌ઈ શકે નહીં પરંતુ થાનગઢ મામલતદાર દ્વારા ફક્ત ૨૦૦ મીટર ની રેન્જમાં બતાવવામાં આવેલ છે દંડ ફક્ત સિલિકાસેન્ડ ખનિજ નો આપવા ભલામણ થઇ છે કાર્બોસેલ ફાયરકલે ખનીજ મુજબ અને સંપૂર્ણ માપણી ૧૦૦% કરવામાં આવે તો આશરે ૧૫ કરોડ ની ખનીજ ચોરી થઇ છે તે સ્પષ્ટ નરી આંખે જોઈ શકાય છે અને જુનાં સુરજ દેવળ મંદિર થી ફક્ત ૧૦૦ મીટર માં આ ખોદકામ ચાલી રહ્યું છે તે પણ જોઈ શકાય છે પરંતુ રાજકીય ઓથ ધરાવતા ખનિજ માફીયાઓ ને બચાવવા માટે રીતસર ગાંધીનગર થી ફોન ચાલુ થયેલાં છે ત્યારે અધિકારીઓ દ્વારા ચેકીંગ કામગીરી ની કોઈ માહિતી કે દંડ કે ચોરી કરનાર શખ્સ નાં નામ જાહેર કરવામાં આવતાં નથી કે કોઈ પત્રકાર ને માહિતી આપવામાં આવી નથી માટે અધિકારીઓ શંકાસ્પદ કાર્યવાહી કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ઈતિહાસ પ્રેમી ઓ માં આક્રોશ જોવા મળે છે કે કેમ ખનિજ માફીયાઓ ને છાવરવામાં આવે છે તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.