સાયલા તાલુકા ના પનોતા પુત્ર શહીદ થતા સમાજ તથા લોકોમાં શોક નો માહોલ.
સાયલા તાલુકા ના કોટડા ગામના કોળી સમાજ નું ગૌરવ લેવા જેવા નવયુવાન રોહિત મશરૂભાઈ જીડીયા (ઉંમર -૨૬ વર્ષ )જે તામિલનાડુ ખાતે ઇન્ડિયન નેવી ફોર્સ માં ફરજ બજાવતા તા : ૧૯/૧/૨૦૨૫ ના રોજ વિરગતી પામ્યા હતાં.ત્યારે તેમનો પાર્થિવ દેહ વતન લાવતા શહીદ યાત્રા તા : ૨૧-૧-૨૦૨૫ ખીટલા ના પાટિયા થી શરૂ કરી ને ખીટલા - ધજાળા - ધાંધલપુર ચોકડી થઈને તેમના વતન કોટડા ખાતે શહીદ વીર ને છાજે એવી સૈન્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. જેમાં ભારતીય જવાનો, દરેક પક્ષ ના રાજકીય અગ્રણીઓ, સાયલા તથા ધજાળા પોલીસ સ્ટાફ , સાયલા તાલુકાના અધિકારીઓ, તથા મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
સાયલા ના વીર પુત્ર રોહિત જીડીયા ના શહીદ ના સમાચાર થી પંથક માં ઘેરો શોક જોવા મળ્યો છે.
અહેવાલ : ધર્મેન્દ્ર દવે.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
