નામદાર લાઠી રાજકોટ સ્થિત રાજવી ગોહિલ ભાયાતો એ ભાજપ ના ફાયરબ્રાન્ડ ગણાતા નેતા કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા સામે અંતે IPC 499-500 હેઠળ બદનક્ષી ની રાજકોટ કોર્ટમાં ફરિયાદ રાજયભરના ક્ષત્રિયોની બેઠકમાં રૂપાલા સામે રોષ, ઉમેદવારી રદ કરવાની માંગ બુલંદ બની - At This Time

નામદાર લાઠી રાજકોટ સ્થિત રાજવી ગોહિલ ભાયાતો એ ભાજપ ના ફાયરબ્રાન્ડ ગણાતા નેતા કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા સામે અંતે IPC 499-500 હેઠળ બદનક્ષી ની રાજકોટ કોર્ટમાં ફરિયાદ રાજયભરના ક્ષત્રિયોની બેઠકમાં રૂપાલા સામે રોષ, ઉમેદવારી રદ કરવાની માંગ બુલંદ બની


નામદાર લાઠી રાજકોટ સ્થિત રાજવી ગોહિલ ભાયાતો એ

ભાજપ ના ફાયરબ્રાન્ડ ગણાતા નેતા કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા સામે અંતે IPC 499-500 હેઠળ બદનક્ષી ની રાજકોટ કોર્ટમાં ફરિયાદ

રાજયભરના ક્ષત્રિયોની બેઠકમાં રૂપાલા સામે રોષ, ઉમેદવારી રદ કરવાની માંગ બુલંદ બની

લોકસભાની રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થયેલા કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલાએ રાજા મહારાજાઓ, ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવી ખોટી અને નિમ્રસ્તરીય ટીપ્પણીથી આજે રાજયભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. દરમિયાન પોલીસ કે ચૂંટણી પંચ સતાવાર ફરિયાદ દાખલ કરતા ન હોય સીધી જ રાજકોટ કોર્ટમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ક્ષત્રિય આગેવાન આદિત્યસિંહ વિરેન્દ્રસિંહ ગોહીલે તેમના એડવોકેટ સંજય પંડયા અને જયદેવસિંહ ચૌહાણ મારફતે કોર્ટે ફરિયાદ રજીસ્ટરે લઇને સાક્ષા-પુરાવા માટે આગળની કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. બીજીબાજુ રાજયના ૯૦ જેટલા ક્ષત્રિય સંગઠનોના હોદેદારો, પ્રતિનિધિઓની બોટાદ ચોકડી પાસે રાજપૂત સમાજ ભવન ખાતે બેઠક યોજાઇ હતી.જેમાં રૂપાલા સામે તીવ્ર રોષ વ્યકત કરીને તેમની લોકસભામાં ઉમેદવારી રદ કરાય તેવી માંગણી ઉચ્ચારાઇ છે.
પરસોત્તમ રૂપાલા પોતે એક શિક્ષિત વ્યકિત છે. તેમણે ભાષણમાં જે કહ્યું તે જાણીબુઝીને કહ્યું અને તેને માત્ર એક વીડિયોમાં માફી માંગી લે એટલે માફ કરી દેવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી.ભાજપ તેની ઉમેદવારી રદ કરે તેવી માંગણી અમે કરી છે. જયારે રાજકોટના નયનાબા જાડેજાનો એક વીડિયો રીલીઝ થયો છે જેમાં ભાજપ કોઇ દસ-બાર નેતાઓ સાથે બેઠક કરીને સમાધાનની વાતો કરે તે વાજબી નથી તેમ. કહીને તમામ સંગઠનોને સાથે રાખવા જણાવ્યું છે.
દરમિયાન લાઠી સ્ટેટના વંશજ અને રાજકોટના
રહીશ આદિત્યસિંહ ગોહિલે રાજકોટ કોર્ટમાં ઘસી જઈને પરશોતમ રૂપાલા સામે જાહેરસભામાં મત મેળવવાની લાલચે ક્ષત્રિય સમાજને નીચે દેખાડવા તેવો વીડિયો વાયરલ થયો છે તે અંગે આઇપીસી ૪૯૯, ૫૦૦ હેઠળ કોર્ટમાં ફરિયાદ કરી છે. કોર્ટે તેમની ફરિયાદ રજીસ્ટરે લઇને સાક્ષી-પુરાવા કર્યો હોવાનું ફરિયાદ આદિત્યસિંહ ગોહિલના વકિલ સંજય પંડ્યા અને જયદેવસિંહ ચૌહાણે વીડિયોમાં માફી મંજૂર નથી જ, અમદાવાદની બેઠકમાં ક્ષત્રિયોની ૯૦ જેટલી સંસ્થાઓના હોદેદારોનો પ્રચંડ આક્રોશ હોવા નું જણાવ્યું હતું રૂપાલા સામેના રોષને વાચા આપવા ત્રણ- ચાર દિવસ બાદ રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજવા પણ જાહેર કરાયું છે. તેમ ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું હતું.બીજી તરફ ગોંડલથી મળતા અહેવાલો મુજબ સ્થાનિક ભાજપ આ વિવાદને શાંત પાડવામાં નિષ્ફળ ગયો હોય ગોંડલ ના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા ડેમેજ કંટ્રોલના પ્રયાસો હાથ ધરાયા છે અને આજે સાંજે તેમના સેમળા સ્થિત ગણેશગઢ ફાર્મ હાઉસમાં ક્ષત્રિય સમાજના અગ્રણી ઓની બેઠક યોજાઇ હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.