ઝારખંડ રાજયમાંથી ગુમ થયેલ પરણીત મહીલા ને તેના પરિવાર સાથે મેળાપ કરાવતી ભચાઉ પોલીસ SHE TEAM - At This Time

ઝારખંડ રાજયમાંથી ગુમ થયેલ પરણીત મહીલા ને તેના પરિવાર સાથે મેળાપ કરાવતી ભચાઉ પોલીસ SHE TEAM


પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ગાંધીધામ નાઓએ દરેક પોલીસ સ્ટેશનમા SHE TEAM ની રચના કરેલ છે.જે શી ટીમની કામગીરી અંગે નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ભચાઉ વિભાગ ભચાઉ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.ખાંભલા નાઓની દોરવણી હેઠળ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે મહીલાઓ બાળકો અને સીનીયર સીટીઝન જાહેર સ્થળો ૫૨ સલામતી અને સુરક્ષા કરવા અને જાગૃતતા લાવવા માટે શી ટીમ કાર્યરત કરવામાં આવેલ છે.
ગઇ તારીખ ૨૬/૦૯/૨૦૨૩ ના રોજ ભચાઉ પોલીસ સ્ટેશનમા ક્લાક ૧૩/૪૦ વાગ્યે પી.એસ.ઓ શ્રી ને હીમતપુરા વિસ્તારના એક જાગૃત નાગરીકનો ફોન આવેલ અને જણાવેલ કે જુના બસસ્ટેશન પાસે એક અજાણી મહીલા તથા તેની સાથે એક નાનુ બાળક મળી આવેલ છે જે વર્ધી આધારે તુરંત જ શી ટીમ ત્યા જઈ મહીલાને પુછપરછ કરતા તે તેનુ નામ સોનીદેવી વા/ઓફ પહાડીસિંહ પસિંહ ગઢવાલ ઉ.વ.૨૨ રહે.ચ૫૨ખો પોસ્ટ.લક્ષમણટુનડા થાના-નિમિયાઘાર ઝારખંડ વાળી હોવાનુ જણાવેલ અને તે તેના પતિ સાથે ચપરખો ગામ ઝારખંડમા રહે છે આજથી બે મહીના અગાઉ તેના પતિ સાથે બોલાચાલી ઝગડો થતા મનમા લાગી આવતા ઘરમા કોઇને કહયા વગર તેની દીકરી સાથે ધનબાદ ટ્રેનમા બેસી અજમેર આવેલ અને ત્યાંથી ભચાઉ આવેલ તેવુ જણાવતા તેના જોડેથી તેના પિતાનો મોબાઈલ નંબર મેળવી ટેલીફોનીક સંપર્ક કરી આખી હકીકત જણાવી તેના પિતા ને ભચાઉ પો.સ્ટે.બોલાવી પો.સ્ટે.આવવા સમજ કરી તે મહીલાને તેના પરીવાર સાથે ભચાઉ શી ટીમે મેળાપ કરાવેલ છે.
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારી- પો.ઈન્સ. શ્રી એસ.જી.ખાંભાલા (૧)એ.એસ.આઈ.બાબુલાલ ગાંગજીભાઇ મિયોત્રા (૨) અવનીબેન ભરતપુરી ગુંસાઇ


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.