વડનગર ખાતે અમથોળ ક્ષત્રિય ઠાકોર પરમાર વંશ ની કુળદેવી હરસિધ્ધ માતાજી ની ભવ્ય શોભાયાત્રા નીકળી - At This Time

વડનગર ખાતે અમથોળ ક્ષત્રિય ઠાકોર પરમાર વંશ ની કુળદેવી હરસિધ્ધ માતાજી ની ભવ્ય શોભાયાત્રા નીકળી


વડનગર ખાતે અમથોળ ક્ષત્રિય ઠાકોર પરમાર વંશ ની કુળદેવી હરસિધ્ધ માતાજી ની ભવ્ય શોભાયાત્રા નીકળી

વડનગર ખાતે અમથોળ ક્ષત્રિય ઠાકોર પરમાર વંશ ની કુળદેવી હરસિધ્ધ માતાજી નીભવ્ય ત્રિ-દિવસ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રારંભ થયો તેમાં આજે સવારે અમથોળ દરવાજા, પીઠોરીદરવાજા,ગાંસકોળ દરવાજા, અમતોલદરવાજા, નદીઓળ દરવાજા,અર્જુનબારી દરવાજા થી અમથોળ દરવાજા સુધી હરસિધ્ધ માતાજી ભવ્ય મૂર્તિ ના ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને તેમાં ક્ષત્રિય ઠાકોર પરમાર વંશના ભાઈ તથા બહેનો જય હરસિધ્ધ માં, જય ભવાની હરસિધ્ધ માં મંત્રોચ્ચાર નું ગાન સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા માં લોકો ના મુખે જયમાતાજી શબ્દ સાંભળવા મળ્યો હતો અને આ શોભાયાત્રા માં વડનગર સ્વામી નારાયણ મહંત શ્રી નારાયણ વલ્લભદાસજી, હડોલ રાજ્ય ના નામદાર શ્રી ઠાકોર સાહેબ, ગુજરાત યુવા ક્ષત્રિય ઠાકોર સેના ના પ્રમુખ અભિજિતસિંહ બારડ અને સંતો સાધુઓ મહંત શ્રી પધાર્યા હતા અને આ કુળદેવી હરસિધ્ધ માતાજી ની ભવ્ય શોભાયાત્રા માં એવું લાગતું હતું કે સોમવતી અમાસ આવે એટલે વડનગર ના ૬ દરવાજા ની પ્રદક્ષિણા કરતાં હોય તેવું લાગી રહ્યું હતું.
સોમવાર એકાદશી છે પવિત્ર દિવસે કહેવાય અમથોળ ક્ષત્રિય ઠાકોર પરમાર વંશના ભાઈ -બહેનો એ હરસિધ્ધ માતાજી પ્રતિમા સાથે વડનગર પ્રદક્ષિણા કરી એટલે આજે વૈશ્વિક ઉર્જા ઉતરી હોય તેવું દેખાઈ રહ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.